જન્મ ના 600 થી વધુ દાખલાઓની અરજીઓ પેન્ડિંગ,ત્યારે માડ 60 જેટલા દાખલા રોજ નિકળે છે.
પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં છેલ્લા બે મહિનાથી અરજદારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે વિવિધ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉનની સમસ્યા સર્જાઈ હોય અરજદારો ની મુશ્કેલીઓ વધી છે. સામાન્ય રીતે દિવસમાં 150 થી વધુ જન્મ- મરણ ના દાખલાઓ કાઢી શકાય છે.
પરંતુ સર્વર ડાઉન રહેવાના કારણે હાલમાં માત્ર 50 થી 60 દાખલા જ નિકળે છે. જન્મ મરણ શાખામાં આવતા અરજદારો જુના દાખલામાં નામ સુધારા માટે અને ક્યુઆર કોડવાળા દાખલા મેળવવા માટે આવે છે. સાદા દાખલા વાળા અરજદારો પણ ક્યુઆર કોડવાળા દાખલા મેળવવા આવી રહ્યા છે. રોજની સરેરાશ 100 થી વધુ દાખલાની માંગ રહે છે અને હાલમાં 600 થી વધુ જન્મના દાખલાની અરજીઓ પેન્ડિંગ છે.
છેલ્લા ત્રણ દિવસ થી સજૉયેલ સર્વર ડાઉનની સમસ્યા ના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને દાખલા કઢાવવામાં વધુ સમય લાગી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ માત્ર 50 થી 60 ટોકન જ આપવામાં આવી રહ્યા છે.જેના કારણે અરજદારો ની મુશ્કેલીઓ વધી હોવાનું જાણવા મળ્યું છે.