હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયેલ છે. ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ,ભુવા પડવા, વરસાદી પાણીનો નિકાલ ગંદકી, રોગચાળો વિગેરે જેવી અનેક સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. જેથી આવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સમયે પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા પાલિકાના ચિફ ઓફિસર તેમજ એન્જિનિયર સહિત ના અધિકારીઓને તેઓની નિર્ણાયક જવાબદારી તરીકે તેઓની હાજરી નોકરીના સ્થળ હેડ કવાર્ટર પર ૨૪×૭ જરૂરી હોવાનો પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને જયાં સુધી તેઓ દ્રારા બીજો હુકમ ન થાય ત્યાં સુધી તમામને પોતાનું હેડ કવાર્ટર ન છોડવા જણાવ્યું છે.

- July 5, 2025
0
97
Less than a minute
You can share this post!
editor