પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલ વચ્ચેના વિવાદે શુક્રવારે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. પાટણ શહેર કોંગ્રેસે બગવાડા દરવાજા પાસે ચિફ ઓફિસર વિરુદ્ધ પ્રદર્શન કરી મહિલા ચીફ ઓફિસરના પૂતળાનું દહન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન ‘ચીફ ઓફિસર હાય હાય’, ‘હાય રે ભાજપ હાય હાય’ અને ચીફ ઓફિસર હટાવો, પાટણ બચાવો’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ચેતવણી આપી હતી કે પાટણ શહેરમાં ગુરૂવારે ધારાસભ્ય ડો. કિરીટ પટેલના ચિફ ઓફિસર દ્રારા બેનર હટાવવાનો વિવાદ સર્જાયો હતો, જે વિવાદ મામલે સ્થળ ઉપર આવી ચીફ ઓફિસર દ્વારા ધારાસભ્યનું બેનર ફાડી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ગુંડા કહ્યા હતા જેના વિરોધમાં ચીફ ઓફિસરનું પૂતળા દહન કરી કોગ્રેસ દ્રારા ચીફ ઓફિસરનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હોવાનું જણાવી ચિફ ઓફિસર દ્વારા બેનર ઉતારવાની જગ્યાએ પાટણ શહેરમાં સજૉયેલ ભૂગર્ભ ગટર,પાણી અને ગંદકીના પ્રશ્નો દૂર કરવા માટે પ્રયત્ન કયૉ હોત તો તેને કોગ્રેસ સરાહનીય લેખાવત પરંતુ ભાજપના ઈશારે ચિફ ઓફિસર દ્વારા ધારાસભ્યના બેનર હટાવવાની સાથે બેનર ફાડી તેઓની હલકી માનસિકતા છતી કરી છે જેને કોગ્રેસ શખ્ત શબ્દોમાં વખોડી તેઓનું પુતળા દહન કરી માફીની માગ કરી હતી. જો ચિફ ઓફિસર માફી નહિ માંગે તો આગામી સમયમાં હજુ પણ ચિફ ઓફિસર વિરુદ્ધ જલદ કાર્યક્રમ આપીશું તેવી ચિમકી આપી હતી. કોગ્રેસ દ્વારા બગવાડા દરવાજા ખાતે ચિફ ઓફિસર ના પૂતળા દહન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ધટના ન ધટે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
Beta feature


