પાટણ માર્કેટયાર્ડની સ્વચ્છતા કામગીરીને પ્રાધાન્ય આપતા ચેરમેન સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટરો; દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છ ભારત,સ્વસ્થ ભારતના મંત્રને ચરીતાર્થ કરવા પાટણ એપીએમસીના ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો અને સ્ટાફ પરિવાર સાથે વેપારીઓ અને ખેડૂતો કટીબદ્ધ બન્યાં છે. પાટણ એપીએમસી નું સુકાન સંભાળનાર ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે એપીએમસીના વેપારીઓ અને માલનું વેચાણ કરવા આવતા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અનેક નિણૅયો કરી પાટણ એપીએમસી નું નામ ઉતર ગુજરાત સહિત ગુજરાતમાં ગુંજતુ કર્યું છે.
ત્યારે વેપારની સાથે સાથે એપીએમસી કેમ્પસમાં સ્વચ્છતા ને પણ પ્રાધાન્ય આપવા માંટે 12 થી વધુ સફાઈ કમૅચારીઓ દ્રારા દિવસ દરમ્યાન એપીએમસી કેમ્પસની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાથી દિવસ દરમ્યાન એપીએમસી કેમ્પસ ના તમામ માર્ગો સહિત શૌચાલય સ્વચ્છ જોવા મળી રહ્યા છે.
પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે એપીએમસીની સ્વચ્છતા બાબતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી,સ્વચ્છતા અને સદવિચારોને ચરિતાર્થ કરવા હાથ ધરેલ સ્વચ્છ ભારત,સ્વસ્થ ભારતના અભિયાનને પાટણ એપીએમસીએ સાચા અર્થમાં ચરીતાથૅ કર્યું છે. એપીએમસીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો સહિત કર્મચારીઓ સાથે વેપારીઓ અને ખેડૂતો દ્વારા પણ માર્કેટ યાર્ડની સ્વચ્છતા કાયમ બની રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરેક વેપારીઓ પણ પોતાની પેઢી પર ફરજિયાત ડસ્ટબીન રાખી માર્કેટયાર્ડ ની સ્વચ્છતામાં સહભાગી બની રહ્યા છે.
માર્કેટયાર્ડ માંથી એકત્ર કરાયેલ કચરા નો નિકાલ પણ માર્કેટયાર્ડના ટ્રેક્ટર ઓ મારફતે નક્કી કરાયેલા યોગ્ય સ્થળે કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવી પાટણના નગરજનો સહિત ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના સંચાલકોને પોતાના સ્વસ્થ આરોગ્ય માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા અપીલ તેઓએ કરી છે.