તા. ૫ જુન ગુરૂવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પાટણ માર્કેટયાર્ડ સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલના માર્ગદર્શન અને રાહબરી નીચે બજાર સમિતિ પાટણના કંમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ ની સાથે સાથે વૃક્ષો વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિશ્વ પયૉવરણ દિવસે સરકારની સૂચના મુજબ પાટણ બજાર સમિતિને ફાળવેલ લક્ષ્યાંક મુજબ એક પેડ મા કે નામ-૨ નો શુભારંભ પણ આજના દિવસે કરવામાં આવેલ જેમાં બજાર સમિતિના વાઈસ ચેરમેન,સેક્રેટરી સહિત બજાર સમિતિના ડીરેકટ સહિત બજાર સમિતિના સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી વિશ્વ પયૉવરણ દિવસની ઉજવણી અંતગૅત આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી પોતાનું યોગદાન પ્રદાન કયુઁ હતું.

- June 5, 2025
0
95
Less than a minute
You can share this post!
editor