ઝડપાયેલા છેતરપિંડી કારોએ આ ગુનામાં વધુ ત્રણ શખ્સો ના નામ જાહેર કરતા તેઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કયૉ
સિધ્ધપુરના નેદ્રા ગામેથી એક કા ડબલ કરવાના ઇરાદે છેતરપીડી આચરતા ઇસમો બે ઈસમોને બનાવટી ચલણી નોટો સાથે પાટણ એલસીબીએ ચોકકસ બાતમીના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય ત્રણ ઈસમોની પણ આ ગુનામાં સંડોવણી ખુલતાં સિધ્ધપુર પોલીસ મથકે આ બાબતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામથી સિધ્ધપુર તરફ બે ઇસમો બાઈક નં. GJ-24-BA-3322 ઉપર પોતાની પાસે ભારતીય ચલણી નોટોના બંડલોમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય મનોરંજન બેંકની નોટોના બંડલો બનાવી લોકોને એક ના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરે છે. જે જે હકિકત એલસીબી પીઆઈ સહિત ની ટીમે ઉપરોક્ત માગૅ પર વૉચ ગોઠવી બાતમી વાળા બન્ને ઇસમો બાઈક પર નિકળતા તેઓને પકડી તલાસી લેતા તેઓ પાસેથી મળેલ નોટો ના બડલ જોતા જેમાં બડલના ઉપરના ભાગે જ ભારતીય ચલણની અસલ નોટો ગોઠવેલ અને નીચે મનોરંજન બેંકની બનાવટી નોટો ના બંડલ હોઇ જેઓની પુછપરછ દરમ્યાન આ ઇસમો પોતાના સાગરીતો સાથે મળી લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે ભારતીય આ મનોરજન બેંક ની નોટો આપવા માટે લાવેલાની કબુલાત કરતા તેઓની પાસેથી બનાવટી નોટ કુલ-૬૪૯૭ તથા અસલ ચલણી નોટો જેમાં રૂ.૫૦૦ ના દરની નોટ નંગ-૪ કિ.રૂ.૨,૦૦૦ તથા રૂ.૨૦૦ ના દરની નોટ નંગ-૧ કિ.રૂ.૨૦૦ તથા રૂ.૧૦૦ ના દરની નોટ નંગ-૧ કિ.રૂ.૧૦૦ મળી કુલ રૂ.૨૩૦૦ તથા કુલ મો.નં ૦૪ કિ. રૂ.૨૧૦૦૦, મો.સા કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ ૪૩.૩૦૦ ના મુદ્દામાલ સાથે
બાબરજી નાગજીજી ગેમરજી ઝાલા (ઠાકોર) અને મોતીસંગ ઉદાજી ચેનાજી ઝાલા બન્ને રહે.વિરતા તા.જિ.મહેસાણાવાળા ને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં બી.એન.એસ કલમ ૩૧૮(૪),૬૧(૨) મુજબ સિધ્ધપુર પો.સ્ટે. ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરતા પકડાયેલા ઈસમોએ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો ઠાકોર વિક્રમજી રહે-વડનગર તા.વડનગર જી.મહેસાણા,ઠાકોર રમેશજી રહે.મલેકપુર તા.વડનગર જી.મહેસાણા અને કમલેશજી હોવાનું કબુલાત સિધ્ધપુર પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું સિધ્ધપુર ડીવાયએસપી કે. કે. પંડયાએ જણાવ્યું હતું.