પાટણ જીલ્લા માંથી બાઇક ચોરનાર ટોળકીને અંજામ આપી હાહાકાર મચાવનાર ટોળકી ને પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે ચોરીના આઠ બાઈકો સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન ટીમને ભરોસાના બાતમીદારો મારફતે વાહન ચોરી કરનાર ઇસમો બાબતે સચોટ બાતમી મેળવી પાટણ એલ.સી.બી ઓફીસ ખાતે લાવી પુછપરછ કરતા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા દિનેશજી સુરાજી ઠાકોર,જીતુજી પ્રહલાદજી ઠાકોર, કરણજી મંગાજી ઠાકોર, રહે.ત્રણેય ઠાકરાસણ તા.સિધ્ધપુર જી. પાટણ, અર્જુનજી ભગાજી ઠાકોર રહે. કલાણા તા.સિધ્ધપુર જી.પાટણ વાળાઓએ સિધ્ધપુર શહેરમાંથી તેમજ સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી સાત બાઇક તથા એક એક્ટીવાની ચોરી કરેલા ની કબુલાત કરતાં પોલીસે ચોરીનાં આઠ બાઈકો સાથે બાઈક ચોર ટોળકી ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- December 28, 2024
0 230 Less than a minute
You can share this post!
editor