કારનો ચાલક ગાડી મુકી ફરાર થતાં પોલીસે કાર સહિત દારૂનો જથ્થો હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી પાટણ એલસીબી ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના હાસાપુર નજીક થી પીછો કરી વિદેશી દારૂ ના જથ્થા સાથે અલ્ટો કાર ઝડપી કાર સહિત દારૂનો જથ્થો હસ્તગત કરી ગાડી મુકી ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી લેવા કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉનમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કરણ ઠાકોર રહે થરા હાલ રહે પાટણ અનાવાડા રોડ સાઇસુષ્ટી સોસાયટી તા.જી.પાટણ વાળો એક સિલ્વર કલરની અલ્ટો ગાડી જેની આગળ પાછળ નંબર પ્લેટ ઉપર રામાધણી લખેલ છે. જે અલ્ટો ગાડીમા વિદેશી દારૂ ભરેલ છે તે અલ્ટો ગાડી નિર્મળ નગર થઈ અંબાજી નેળીયા થઈ ખોડાભા હોલના પાછળના રસ્તેથી નિકળી હાંસાપુર બાજુ જનાર છે. જે હકીકત આધારે ટીમે નાકાબંધી કરતા દારૂ ભરેલ અલ્ટો ગાડી હાસાપુર ગામની સીમમા આવેલ બાબરા મામાના મંદિર તરફના કાચા નેળીયાના રસ્તે તળાવના કિનારે નેળીયામા કાદવમા મુકી ચાલક ફરાર થઈ જતાં ટીમે પાટણ સીટી બી ડીવી.પો. સ્ટે.વિસ્તાર માથી વિદેશી દારૂની નાની-મોટી બોટલટીન નંગ-૪૦૮ કિ.રૂ.૭૨, ૭૨૦ ના પ્રોહી મુદ્દામાલ ભરેલ અલ્ટો ગાડી મળી કુલ રૂ.કિં.રૂ.૨,૨૨, ૭૨ નો મુદામાલ હસ્તગત કરીકાર મુકી ફરાર થયેલ શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ કલમ મુજબ પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.