પાટણ; વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થતી એસેન્ટ ગાડી સાથે ચાલકને ઝડપી લેતી એલસીબી ટીમ

પાટણ; વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થતી એસેન્ટ ગાડી સાથે ચાલકને ઝડપી લેતી એલસીબી ટીમ

વિદેશી દારૂ-બીયરની અલગ-અલગ બ્રાન્ડની બોટલ-પાઉચ નંગ-૪૩૬ કિ.રૂ.૮૫,૦૨૦ નો મુદ્દામાલ હસ્તગત કરાયો

પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે થરા-હારીજ રોડ પરથી વિદેશી દારૂ નો જથ્થો ભરીને પસાર થતી એસેન્ટ ગાડી સાથે ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂ-બીયરની અલગ-અલગ બ્રાન્ડની બોટલ-પાઉચ નંગ-૪૩૬ કિ.રૂ.૮૫,૦૨૦ નો મુદ્દામાલ હસ્તગત કરી ભાગી છુટેલ એક ઈસમ સહિત ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ સામે હારીજ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ગોલ્ડન કલરની હુન્ડાઈ કંપનીની એસેન્ટ ગાડી નં-GJ-01-KE-0431વાળી થરા-હારીજ હાઇવે રોડ થઇ કાતરા ગામ તરફ જનાર છે. જે હકીકત આધારે ટીમે ઉપરોક્ત માગૅ પર વોચ ગોઠવતા ઉપરોક્ત નંબરની ગાડી નીકળતાં સદર ગાડીને ખાનગી વાહનની આડાશ કરી રોકતા સદર ગાડીનો ચાલક પોતાની ગાડી ત્યાંથી જસવંતપુરા તરફ ભગાડતા તેનો પીછો કરતા ચાલક પોતાની ગાડી રોડ ઉપર ઉભી રાખી ગાડી માંથી બે ઇસમો ભાગવાની કોશિશ કરતાં જે પૈકી ગાડીના ડ્રાઇવરનો પીછો કરી તેને પકડી લીધો હતો જયારે એક ઈસમ ગાડીની ખાલી સાઇડ માંથી ભાગી ખેતરોમાં થઈ નાશી જવા મા સફળ રહ્યો હતો.

ટીમે ગાડી ની તપાસ કરતા તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલ-પાઉચ નંગ-૪૩૬ કિ.રૂ.૮૫,૦૨૦નો મુદ્દામાલ મળી આવતા  ટીમે મુદામાલ હસ્તગત કરી  ગાડી ચાલક જયંતીગર પરસોત્તમગર નથુગર જાતે.ગોસાઇ ઉં.વ.૪૮ રહે. મોરબી, વેજીટેબલ રોડ,તથા નાશી જનાર મિલનભાઇ રમેશભાઇ દેવીપુજક રહે.મોરબી, રામનગરી તા.જિ.મોરબીસહિત ગુનામાં સંડોવાયેલા ગન્તુભા પુથ્વીસિંહ વાઘેલા રહે. ભદ્રીવાડી તા.કાંકરેજ જિ.બ.કાંઠાવાળા વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હારીજ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *