વિદેશી દારૂની બોટલ-ટીન નં.૬૪૮ કિ. રૂ.૧,૭૨,૫૫૧ સહિત કુલ રૂ. ૪,૨૨,૧૫૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો; ફરાર થયેલા સ્વીફટ ગાડી ના ચાલક ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા; પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે ગતરોજ હારીજ ના માસા નજીક નાકાબંધી કરી વિદેશી દારૂ નો જથ્થો ભરેલી સ્વીફટ ગાડી ઝડપી વિદેશી દારૂની બોટલ-ટીન નં.૬૪૮ કિ. રૂ.૧,૭૨,૫૫૧ સહિત કુલ રૂ. ૪,૨૨,૧૫૫ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા સ્વીફટ ગાડી ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતો મળતી માહિતી મુજબ પાટણ શહેર અને જીલ્લા માંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા જિલ્લા પોલીસ વડા એ કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ગતરોજ હારીજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ સ્વીફટ ગાડી માંસા ગામ પાસે આવેલ નર્મદા ની કેનાલ પાસેથી પસાર થનાર છે જે હકીકત આધારે ટીમે માંસા ગામ પાસે આવેલ નર્મદાની કેનાલ પાસે નાકાબંધી કરતાં બાતમી વાળી સ્વીફટ ગાડી પસાર થતાં તેને ઉભી રાખતા સ્વીફટ ગાડી GJ-03-CA-3040 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો.
જોકે ટીમ ની તપાસ દરમ્યાન ગાડી ચાલક અંધારાનો લાભ લઇ નાસી જતા ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ-ટીન નં.૬૪૮કિ.રૂ.૧,૭૨,૫૫૧ તથા સ્વીફટ ગાડી નંબર- GJ-03-CA-3040 કિ. રૂ.૨,૫૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૪,૨૨,૫૫૧ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર ગાડી ચાલક તેમજ તપાસમાં નીકળી આવે તે તમામ વિરૂધ્ધ હારીજ પો.સ્ટે.મા પ્રોહી. એક્ટ મુજબ ગુનો રજી.કરાવી તપાસનાં ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.