પાટણ એલસીબીએ એક વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો; સોનાના બિસ્કિટ સાથે એક અટકાયત

પાટણ એલસીબીએ એક વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો; સોનાના બિસ્કિટ સાથે એક અટકાયત

સોનાના બિસ્કિટ સાથે એક આરોપી પકડાયો હજુ બે આરોપી ફરાર; પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં એક વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો પાટણ એલસીબીએ ભેદ ઉકેલી એક આરોપી ને ઝડપી લીધો છે તો આ ગુનામાં સંડોવાયેલા હજુ બે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા પાટણ શહેર અને જિલ્લામાં બનેલી ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલવા કરેલ સૂચના આધારે પાટણ એલસીબી પી આઈ રાકેશ ઉનાગર સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન બનાવ્યા હતા. ત્યારે ખાનગી હકીકતના આધારે મળેલ બાતમી અનુસાર એલસીબી ટીમે સમી ગુજરવાડા ચાર રસ્તા પાસેથી સચિન જયંતીભાઈ ઠાકોર નામના ઈસમને રૂ.૧.૦૧ લાખની કિંમતના સોનાના બિસ્કિટ સાથે ઝડપી તેની પૂછપરછ કરતાં આરોપી એ કબૂલ્યું હતું કે આજથી એક વર્ષ પહેલા રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોરને સાથે રાખીને અમરાપુર ગામમાં કાંતિભાઈ પટેલના ઘરમાં ચોરી કરી હતી.

આ ચોરી માંથી મળેલું સોનાનું બિસ્કિટ વેચવા માટે તેની પાસે રાખ્યું હતું.પોલીસે આરોપીની ધરપકડ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023ની કલમ 35(1)ઇ હેઠળ કાર્યવાહી કરી છે. તો મુદ્દામાલ કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો છે. તો આ ગુનામાં સંડોવાયેલ હજુ બે આરોપીઓ ફરાર છે, જેમાં રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોર, બંને રહે અમરાપર વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *