રૂ.૫,૨૦ લાખના મુદ્દામાલ સાથે સમી ગામના ફકીર ઝડપી લીધો : ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો ને ઝડપી લેવા ચક્રો તેજ બનાવ્યા
પાટણ એલસીબી પોલીસે આંતર જીલ્લા મોટર સાયકલ ચોરીના કુલ-૧૦ ગુન્હાઓનો ભેદ ઉકેલી રૂ.૫,૨૦ લાખના મુદ્દામાલ સાથે સમી ગામના ફકીર ઝડપી લીધો છે તો આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો ને ઝડપી લેવા ચક્રો તેજ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી નાઓએ પાટણ જીલ્લામાં બનેલ વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદશન હેઠળ સ્ટાફના માણસોએ વાહન ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ એકશન પ્લાન બનાવી ભૂતકાળમાં જે ઇસમો વાહન ચોરીમાં પકડાયેલ હોય તેવા ઇસમો ઉપર વોચ રાખી ગતરોજ એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પાટણ માતરવાડી પુલ પાસેથી પકડી તેની પુછપરછ કરતાં તેણે તેના બે સાગરીતો સાથે મળી બાઈક ચોરીઓના ૧૦ ગુના આચર્યા હોવાનું જણાવી ચોરી કરેલા બાઈકો તેણે સમી મુકામે સંતાડેલ હોવાનું જણાવતાં એલસીબી ટીમે સમી મુકામે થી અલગ-અલગ કંપનીના કુલ નંગ-૧૦ બાઈકો રૂ.૫,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી નિયાજ મહેબુબશા ફકીર રહે.સમી,બસ સ્ટેશનના પાછળના ભાગે તા.સમી જી.પાટણ વાળા સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારુ પાટણ સીટી ‘બી’ ડીવી. પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો પૈકીના અબ્દુલ કાસમ સિન્ધી રહે.અમરાપુર પાર્ટી તા.સમી જી. પાટણ અને સમીર હબીબભાઇ સિપાઇ રહે. સમી, મફતપુરા તા.સમી જી. પાટણ વાળાને ઝડપી લેવા ચક્રો તેજ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

