ગુનામાં સંડોવાયેલા બુટલેગર તેમજ વિદેશી દારૂ આપનાર શખ્સ સામે ગુનોનોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ પાટણ એલસીબી પોલીસ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સમીના ગોચનાદ ગામેથી વિદેશી દારૂનો જથ્થો પકડી
ગુનામાં સંડોવાયેલા બુટલેગર તેમજ વિદેશી દારૂ આપનાર શખ્સ સામે ગુનો નોંધી બન્ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જિલ્લા માથી પ્રોહીબીશન ની પ્રવૃત્તિ ને નેસ્ત નાબૂદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર. જી. ઉનાગર ના માગૅદશૅન મુજબ એલસીબી ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ મુજબ ગોચનાદ ગામે ઠાકોર રઘુજી નેમાજી નાઓએ ગે.કા.વેચાણ સારૂ સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયર બોટલ-ટીન નંગ-૪ર૮ કિં. રૂ.૩૯,૪૪૦નો મુદ્દામાલ પકડી સ્થળ પર હાજર ન મળી આવેલ બુટલેગર ઠાકોર રઘુજી નેમાજી તથા દારૂ આપી જનાર ઇસમ વિરૂધ્ધ સમી પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવી ઉપરોક્ત બંને ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.