રૂ.3.22 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપાયા
પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ (વડલારા) ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી 4 આરોપીને ઝડપી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 3,22,893/-ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચોરીની ઘટનામાં, અલ્હાબાદ (વડલારા) ગામના મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી 58,000/-ના સોના-ચાંદીના દાગીના અને રૂ. 1,00,000/- રોકડની ચોરી થઈ હતી. આ ઉપરાંત, પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી રૂ.12,000 રોકડ,રૂ.19,000 ના સોના-ચાંદીના દાગીના અને રૂ. 2,000 ની સોનાની વીંટી સહિત કુલ રૂ. 1,91,000 ની ચોરી થઈ હતી. LCB ટીમને બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઈસમો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા માટે રાધનપુર તાલુકાના અરજણસર ગામના તળાવમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વોચ ગોઠવી ચાર ઈસમોને પકડી પાડ્યા હતા.
પૂછપરછ કરતા પકડાયેલા ઈસમોએ સહઆરોપી ઠાકોર સવસીભાઈ ઉર્ફે અરવિંદ પુનાભાઈ (રહે. અરજણસર) નીમદદગારીથી 21/11/2025 ના રોજ અલ્હાબાદ (વડલારા) ગામે મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગર અમરતભાઈ અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ અલ્હાબાદ ગામના વતની હોવાથી તેમણે ફરિયાદીના ઘરની રેકી કરી હતી. ફરિયાદી અમદાવાદ ગયા હોવાની જાણ થતાં તેમણે સહઆરોપીઓ સાથે મળીને ચોરી કરી હતી. ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છતર ઓગાળીને તેના ચોરસા બનાવી દીધા હતા,જેથી સોની બજારમાં સરળતાથી વેચાણ કરી શકાય. પોલીસે આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

