ખનીજ ચોરી,મારામારી અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા; પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાંનામ ધરાવતા અને ખાણખનીજ, મારામારી તથા શરીર સંબંધી ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ કરતા રાધનપુર પંથકના ૫ (પાંચ) ઈસમોને પાટણ એલસીબી ટીમે પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હોવાનું પાટણ જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.
આ બાબતે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી નાઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા અને ખનીજ ચોરી, મારામારી,શરીર સંબંધી ના ગુનાઓ આચરવાની ટેવ વાળા ઇસમો વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના ૫ (પાંચ) ઈસમો ના વિરુધ્ધમાં તેઓના ગુનાહિત ઈતિહાસ ચકાસી તે ગુના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર અને તેમની ટીમે તમામ ની પાસા હેઠળ અટકાયત કરી તેઓની વિરુદ્ધ પાટણ પી.સી.સી. સેલ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણ નાઓએ તમામને પાસા હેઠળ જેલમાં મોકલી આપવા આદેશ કરતાં પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા અને ખાણ ખનીજ તથા શરીર સંબંધી ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ કરતા ઉપરોક્ત ૫ (પાંચ) ઈસમો પૈકી જાબીરહુસેન ઘાંચી (ઉ.વ.૪૦) સામે ૪ ગુના નોંધાયેલા છે જેને રાજકોટ જેલમાં મોકલાયા છે.
પાસા હેઠળ અટકાયત કરાયેલ તમામ ઈસમો રાધનપુર પંથકના; ગુલામરસુલ ઉર્ફે ગુલ્લો ઘાંચી (ઉ.વ.૫૩) સામે ૭ ગુના નોંધાયેલા છે, જેમને સુરત જેલમાં મોકલાયા છે. અબ્દુલકાદર ઘાંચી (ઉ.વ.૩૫) સામે ૪ ગુના નોંધાયેલા છે, જેમને અમરેલી જેલમાં મોકલાયા છે. અલ્તાફભાઈ ગુલામરસુલ ઘાંચી (ઉ.વ.૨૦) સામે ૧ ગુનો નોંધાયેલો છે, જેમને ભાવનગર જેલમાં મોકલાયા છે.અને અલ્તાફભાઈ હારૂનભાઈ ઘાંચી (ઉ.વ.૪૪) સામે ૪ ગુના નોંધાયેલા છે, જેમને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.