બુટલેગર ને મધ્યસ્થ જેલ નવસારી ખાતે મોકલી અપાયો; પાટણ જિલ્લામાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હારીજના નામચીન બુટલેગર કનુજી ઉર્ફે ટોપની પાટણ એલ.સી.બી.ટીમે ગણતરીના કલાકોમાં અટકાયત કરી મધ્યસ્થ જેલ નવસારી ખાતે મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ પાટણ જીલ્લામાં ગે.કા.અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે જીલ્લામાં પ્રોહી બુટલેગીંગની પ્રવૃત્તિ કરતાં કનુજી ઉર્ફે ટોપી બચુજી ઠાકોર રહે.હારીજ જી.પાટણવાળા વિરૂધ્ધમાં તેનો ગુનાહિત ઈતિહાસ ચકાસી તે ગુનાઓ આધારે પી.સી.સી.સેલ એલ.સી.બી પાટણ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરાતા કનુજી ઉર્ફે ટોપી બચુજી ઠાકોર નાઓને પાટણ એલસીબી ટીમે ગણતરી ના કલાકોમાં પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ નવસારી ખાતે મોકલી આપ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

- January 24, 2025
0 119 Less than a minute
You can share this post!
editor