પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.જી.ઉનાગર નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ વારાહી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે વારાહી પુલ નજીકથી એક ઇસમને એક એર કન્ડીશનર મશીન તથા એક બ્લેન્ડર મશીન સાથે સિન્ધી નજીરમહંમદ ઉર્ફે ટીન્ડો શક્કરભાઇ રહે. રાણીસર (આંતરનેશ) તા.સાંતલપુરવાળાને પકડી પાડી બી.એન.એન.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારુ વારાહી પો. સ્ટે. ખાતે સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

- May 14, 2025
0
102
Less than a minute
You can share this post!
editor