બલેનો ગાડી સહિત બે ઈસમોને વિદેશી દારૂની બોટલ નંગ. ૮૩૯ મળી કુલ રૂ.૪,૮૭,૪૧૨ નો મુદ્દામાલ કબ્જે કરાયો; પાટણ જિલ્લાના હારીજ પંથકમાં બલેનો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની મળેલ હકીકત આધારે પાટણ એલસીબી ટીમે તપાસ હાથ ધરી વિદેશી દારૂની હેરાફેરી કરતી બલેનો ગાડી સહિત બે ઈસમોને વિદેશી દારૂની બોટલ નંગ. ૮૩૯ મળી રૂ.૪,૮૭,૪૧૨ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યા મુજબની હકીકત એવી છે કે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક,વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી. લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે હારીજ પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ટીમે ખાખડી ગામ પાસે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન નિકળેલ બલેનો ગાડી નંબર-GJ-08-BF-0185 ની આવતા ઉભી રાખી ચેક કરતા ગાડીમાંથી ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો,ટીન નંગ-૮૩૯ કિં.રૂ.૮૧,૯૧૨ તથા બલેનો ગાડીકિં.રૂ.૪ લાખ તથા મોબાઇલ નંગ-૦ર કિ.રૂ.૫,૫૦૦ મળી કુલ રૂ.૪,૮૭,૪૧૨ ના મુદ્દામાલ સાથે જીગ્નેશકુમાર નવુભા વાઘેલા અને રાહુલસિંહ બલુભા વાઘેલા બંને,રહે.વડા ભવાણી પાર્ટી તા.કાંકરેજ જી.બ.કાં.ની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલ રાઠોડ સમૃધ્ધસિંહ ઉર્ફે સમરસિંહ ગુરુભા રહે. ભાભર વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.