પાટણના વકીલો દ્રારા એડવોકેટ્સ સુધારા બિલ 2025ના વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર

પાટણના વકીલો દ્રારા એડવોકેટ્સ સુધારા બિલ 2025ના વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર

વકીલ એકતા ઝીદાબાદ ના સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું; પાટણ જિલ્લા અને રૂરલ બાર એસોસિએશને આજે એડવોકેટ્સ સુધારા બિલ 2025 નો વિરોધ કર્યો હતો. વકીલોએ કલેક્ટર કચેરી ખાતે વકીલ એકતા ઝીદાબાદ ના નારા લગાવી આવેદનપત્ર આપ્યું હતુ.

વકીલો દ્રારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સરકારે વકીલોના અભિપ્રાય વિના જ બિલમાં કેટલાક મુદ્દાઓ ઉમેર્યા છે. આ મુદ્દાઓ વકીલાત વ્યવસાય માટે હાનિકારક છે. તેની અસર અસીલોના કેસ,સમાજના રીત-રિવાજ અને સરકારી નીતિ-નિયમો પર પડી શકે છે. બિલની કેટલીક જોગ વાઈઓ બંધારણના આર્ટિકલ 14, 19, 21, 23 અને 25નો ભંગ કરે છે. બિલમાં 11 મુખ્ય મુદ્દાઓ છે. જેમાં સુધારાની માંગ કરવામાં આવી છે. આમાં BCIમાં સરકારી નામાકિત,વિદેશી વકીલોનું નિયમન, કેન્દ્ર સરકારની દિશા નિર્દેશો જારી કરવાની સત્તા, નોંધણી પાત્રતા અને ફી માળખું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વધુમાં, વકીલોની હડતાળને ગેરવર્તણૂક ગણવાની જોગવાઈ અને રાજ્ય બાર કાઉન્સિલને વિલંબ માટે દંડની જોગવાઈનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ આ બિલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે આ બિલ કાનૂની વ્યવસાયની સ્વાયત્તતા માટે જોખમરૂપ છે. જો સરકાર તાત્કાલિક સુધારા નહીં કરે તો વકીલો દેશવ્યાપી આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા અને રૂરલ બાર એસોસિએશને શુક્રવારે પોતાના વકીલ તરીકે ના વ્યવસાય થી અળગા રહી પાટણ જિલ્લા અને રૂરલ બાર એસોસિએશને પણ એડવોકેટ્સ સુધારા બિલ 2025નો વિરોધ કરી સમથૅન આપ્યું હોવાનું પાટણ ના વકીલ આર.ડી.દેસાઈ એ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *