પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નકલી જણાતા હડકંપ મચી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નકલી જણાતા હડકંપ મચી

યુનિવર્સિટી સતાધીશોએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી

પાટણ હેમચંદ્રાચાર્ય Marks ગુજરાત યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નવસારી થી આવેલ વિધાર્થીની વિરાણી નેરીસા અકબર અલ્લીના યુનિવર્સિટી દ્વારા ડોકયુમેન્ટ ચેક કરતા તેણીના ડોકયુમેન્ટ નકલી હોવાનું સામે આવતા હડકંપ મચી જવા પામી હતી. આ મામલે યુનિવર્સિટી સતાધીશોએ વિધાર્થીની પાસેથી સધળી હકીકત મેળવી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ધટના મામલે જાણવા મળેલ હકીકત મુજબ વડોદરામાં પંચજન્ય ઇન્ડસ્ટ્રીટયૂટ  ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ ઓનલાઇન ગુગુલમાં બતાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી ઓનલાઇન પરીક્ષા લઇ પાટણ યુનિવર્સીટીના નકલી સર્ટિફિકેટ આપ્યા હોવાનું પાટણ HNGU માં નવસારીથી આવેલ ઉપરોક્ત વિદ્યાર્થીની પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ચેક કરાવવા આવતા યુનિવર્સિટી રેકોડૅ માં કોઈ આવી સંલગ્ન કોલેજ જ ન હોવાનું સામે આવ્યું હતું. વિધાર્થીની વિરાણી નેરીસા અકબરલ્લી નામની વિદ્યાર્થીનીએ તેજસ મજબુદાર નામના ખાનગી ઈસમ પાસેથી આ ડોકયુમેન્ટ મેળવ્યા હોવાનું જણાવ્યું હતુ.  ડોક્યુમેન્ટ ના આધારે HNGU એ બી ડીવીઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *