પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર-1 ની પરીક્ષા 1 જાન્યુઆરીથી લેવાશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર-1 ની પરીક્ષા 1 જાન્યુઆરીથી લેવાશે

186 પરિક્ષા કેન્દ્રો પર 90,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા અને અંતિમ તબક્કાની પરીક્ષાઓનું આયોજન 1 જાન્યુઆરી 2026 થી કરવામાં આવ્યું છે. આ તબક્કામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 1 ના અંદાજે 90,000 થી વધુ  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા શાખા દ્વારા જણાવાયું છે કે, ત્રીજા તબક્કાની આ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2026 થી શરૂ થઈ 9 જાન્યુઆરી 2026 સુધી ચાલશે.

આ સમયગાળા દરમિયાન સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવશે.સમગ્ર ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં કુલ 186 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરાયા છે. અંદાજિત 90,000 થી વધુ પરીક્ષાર્થીઓ અહીં પરીક્ષા આપશે.વહીવટી કારણોસર ત્રણ પરીક્ષા કેન્દ્રો રદ કરવાનો નિર્ણય લેવાયો છે.યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રણ તબક્કાની પરીક્ષાઓ પૈકી પ્રથમ બે તબક્કા સફળતા પૂર્વક પૂર્ણ કરી લેવાયા છે. પરીક્ષાના સુચારૂ સંચાલન માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પરિક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *