ગાડીમાં સવાર પરિવારના તમામ સભ્યો નો આબાદ બચાવ થતાં માં અંબાનાં આશિર્વાદ ગણાવ્યા; પાટણ થી ગાડી લઈને અંબાજી માતાજીનાં દર્શન કરી અંબાજીથી પરત ફરી રહેલ પરિવારની ગાડી પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા તમામ સભ્યોનો આબાદ બચાવ થતાં પરિવારજનોએ માં અંબાના આશિર્વાદ ગણાવ્યા હતા.
આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણનો એક પરિવાર પોતાની ગાડી લઈને અંબાજી માતાજીનાં દર્શન માટે અંબાજી ગયો હતો જ્યાં માતાજીના દર્શન કરી તેઓ પાટણ પરત ફરી રહ્યા હતા. ત્યારે અંબાજી અને દાંતા ફોરલેન હાઈવે માર્ગ પર પાનસા પેટ્રોલ પંપ નજીક ના માગૅ પરથી એક પુરઝડપે પસાર થતી કારે પાટણના પરિવારની કારને અચાનક ઓવરટેક કરતાં પાટણ પરિવારની કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર રોડ સાઈડ ના પચાસ ફુટ ઉંડા ખાડામાં પલટી મારી ખેતરમાં ઉધી પડી હતી. આ અકસ્માતની જાણ આજુબાજુના લોકો ને થતાં તેઓ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં અને કારમાં સવાર પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માત એક દિકરીને સામાન્ય ઈજાઓ થવાની સાથે અન્ય સૌનો આબાદ બચાવ થતાં પરિવારજનોએ માં અંબાના આશિર્વાદ ગણાવી ઈજાગ્રસ્ત દિકરીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંબાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.