પાટણ તા. ૩૦ તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ વયનિવૃત પોલીસ અધિકારી / કર્મચારીઓ કે જેઓએ આશરે ૩૫ વર્ષથી વધારે સમય પોલીસ વિભાગમાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવેલ હોઇ જેઓને સન્માનપુર્વક વિદાય મળી રહે તે આશયથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ,સરહદી રેન્જ,ભુજ નાઓની સુચનાથી પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓની અધ્યક્ષતામાં પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એસ.દરબાર તથા ત્રણ પોલીસ કર્મચારીઓને માનભેર વિદાય સમારંભ પોલીસ અધિક્ષકની કચેરી પાટણ ખાતે યોજેલ.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ બી.સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક પરેશ જે.રેણુકા તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારી/કર્મચારીઓ પરિવાર સાથે હાજર રહેલ અને વયનિવૃત થતા પોલીસ અધિકારી/કર્મચારીઓનું નિવૃત જીવન સશક્ત અને નિરોગી નિવડે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ.તથા પાટણ જીલ્લા પોલીસમાં તોઓએ બજાવેલ ફરજ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.