પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં ચોરી અને ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના કરેલ હોઇ જેને લઈને સિધ્ધપુર ના.પો.અધિ.કે.કે.પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ આર.જી.ઉનાગર (I/C) પોલીસ ઇનસ્પેક્ટર તથા પી.વી.વસાવા પોલીસ ઈન્સપેકટર સાયબર ક્રાઈમ પો.સ્ટે. પાટણના ઓના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ ટીમ દ્રારા પાટણ જીલ્લામાં વર્ષ-૨૦૨૫ માં મોબાઇલ ફોન ગુમ અને ચોરી લગત બનાવો બાબતે થયેલ અરજીઓનુ CEIR પોર્ટલ મારફતે અત્રેથી ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારોના કુલ મોબાઇલ નંગ-૨૯ જેની આશરે કુલ કિ.રૂ.૩,૪૫,૫૦૦ ની રકમના મોબાઇલ ફોન શોધી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પાટણ જીલ્લામાં ગુમ- ચોરી થયેલ મોબાઇલ શોધી જિલ્લા પોલીસ અધિક્ષક ના વરદ હસ્તે અરજદારને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોને આર્થિક નુકશાન થતા અટકાવી મદદરૂપ થયેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

- March 28, 2025
0
84
Less than a minute
You can share this post!
editor