પાટણથી ખારીધારીયાલ જતી એસ.ટી. બસમાં કંડક્ટરની બિનજવાબદાર વર્તણૂકથી મુસાફરોની સલામતી જોખમમાં મૂકાઈ હતી. સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલુ વાહનમાં કચરાપેટીમાં રહેલો કચરો સળગાવ્યો હતો. મુસાફરોએ પ્લાસ્ટિકની વાસ આવતા કંડક્ટરને આગ હોલવી દેવા વિનંતી કરી. જો કે, કંડક્ટરે મુસાફરોની વિનંતી અવગણી અને અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગતો રહ્યો.એસ.ટી.નું સૂત્ર ‘સલામત સવારી અમારી’ હોવા છતાં કંડક્ટરની આ વર્તણૂકથી મુસાફરોની સુરક્ષા જોખમાઈ. કંડક્ટરે કચરો સળગાવ્યા બાદ તેને બુઝાવવાની કોઈ કાળજી ન લીધી. આગની દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની રહેત તે પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલભાઈએ જણાવ્યું કે આ કંડક્ટર 11 માસના કરાર આધારિત કર્મચારી છે. તેમને બોલાવીને નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

- July 4, 2025
0
72
Less than a minute
You can share this post!
editor