પાટણ વન વિભાગ દ્વારા પાટણ તાલુકાના સંડેર ગામે બનાવેલા વન કવચ અને બટર ફલાય ગાર્ડનની રવિવારે પાટણ કલેકટરે મુલાકાત લીધી હતી.વન વિભાગ પાટણ તેમજ સંડેર ગામ પંચાયત દ્વારા સિદુર ના રોપાથી તેઓનું સ્વાગતમ્ કરવામાં આવ્યું હતુ.બાદમા કલેકટરના હસ્તે સિંદુરના રોપાઓનું વુક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. તો ફાધર્સ ડે નિમિત્તે દિકરી ના હસ્તે કિડીયારુ ભરેલ શ્રીફળ પણ મુકાવવામા આવ્યું હતુ. બટરફલાય ગાર્ડન અને વન કવચની ઉતમ કામગીરી નિહાળી જિલ્લા કલેકટરે વન વિભાગની કામગીરી ને બિરદાવી હતી તેમજ ગામલોકો ના સાથ સહકારની પણ સરાહના કરી ભવિષ્ય માં ગામને પર્યાવરણીય બાબતે થતાં લાભોથી માહિતગાર કર્યા હતા. કલેકટરની મુલાકાત દરમિયાન મહેન્દ્રભાઈ પટેલ પર્વ સરપંચ,અમીતભાઈ પટેલ તાલુકા સદસ્ય,વી.એલ.દેસાઈ વનપાલ બાલીસણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- June 16, 2025
0
420
Less than a minute
You can share this post!
editor

