પાટણ નગર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે વિજ્ઞાન નગરી તરીકે પ્રચલિત ઓળખ પ્રાપ્ત કરી

પાટણ નગર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે વિજ્ઞાન નગરી તરીકે પ્રચલિત ઓળખ પ્રાપ્ત કરી

રીજીયોનલ સાયન્સ સેન્ટર લોકોની જિજ્ઞાસા, અને નવીનતાનું આધુનિક કેન્દ્ર 

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, 28 ફેબ્રુઆરીને શનિવારે  ઐતિહાસિક પાટણ શહેર હવે ‘વિજ્ઞાન નગરી’ તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે. પાટણના ચોરમરપુરા ખાતે આવેલું રીજીયોનલ સાયન્સ સેન્ટર લોકો માટે જિજ્ઞાસા, શોધ અને નવીનતાને પ્રોત્સાહન આપતું આધુનિક કેન્દ્ર બન્યું છે.

આ અદ્યતન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ 1 મે 2022ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.સરસ્વતી તાલુકાના ચોરમાર પૂરા ખાતે 10 એકર વિસ્તારમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર માત્ર એક ઇમારત નથી, પરંતુ જીવનપર્યંત શીખવાની પ્રેરણા આપતું જ્ઞાનધામ છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે અનુકૂળ ડિઝાઇન ધરાવતું આ કેન્દ્ર ‘ઇન્ફ્લુઝિવ સાયન્સ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.તેના ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં 14 દેશો, 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 14 લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવી ચૂક્યા છે.

આ આંકડો પાટણને વિજ્ઞાનપ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ આકર્ષણ કેન્દ્ર બનાવી રહ્યું છે.આ કેન્દ્રમાં વિવિધ થીમેટિક ગેલેરીઓ આવેલી છે, જે મુલાકાતીઓને વિજ્ઞાનનો જીવંત અનુભવ કરાવે છે અને તેમની જિજ્ઞાસાને સંતોષે છે.ડાયનોસોર ગેલેરીમાં અનિમેટ્રોનિક્સ ડાયનોસોર્સ અને જીવંત કદના પ્રદર્શનો મુલાકાતીઓને કરોડો વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે. અહીં ડાયનોસોર્સના ઉદ્દવિકાસ અને લુપ્ત થવાના કારણો અંગે વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવે છે.હ્યુમન સાયન્સ ગેલેરી માનવ ઉદ્દવિકાસથી લઈને અંગપ્રણાલીઓ અને જેનેટિક્સ સુધી માનવ શરીરના રહસ્યોને સરળ અને ઇન્ટરએક્ટિવ રીતે સમજાવે છે.અને જેના કારણે જ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે વિજ્ઞાન નગરી તરીકે પ્રચલિત બન્યું છે પાટણ નગર.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *