ભાજપના આગેવાનો, કાર્યકરો એ એકબીજાનું મોઢું કરી જીતની ખુશીનો જસ્ન મનાવ્યો: છેલ્લા ૨૮ વષૅ બાદ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી કમળ ખિલ્વ્યુ છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બદલ પાટણ શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાયૅક્રમમાં ખુશી નો માહોલ છવાયો હતો. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય નો વિજય ઉત્સવ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી સાથે એકબીજા નું મો મીઠું કરાવી ઉજવવામાં આવ્યો હતો.
આ આતશબાજી ના કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પૂવૅ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, જિલ્લા ભાજપ મંત્રી ભાવેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત પાટણ જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના આગેવાનો, કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલે પાટણ જિલ્લામાં આગામી દિવસમાં યોજાનાર ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દિલ્હીની જેમ વિજય બનશે તેઓ આશાવાદ વ્યસ્ત કરી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને વધાવ્યો હતો.