શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.વિધાલય એસએજી સંચાલિત ડી એલ એસ એસ ની ટીમે ખેલ મહાકુંભ મધ્ય ઝોન કક્ષાની સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ બાસ્કેટબૉલ સ્પર્ધામાં સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ U-17 ભાઈઓ- બહેનો ટીમે પ્રથમ નંબર મેળવેલ છે.
મધ્ય ઝોન કક્ષાએ આયોજિત બાસ્કેટબોલ સ્પર્ધામાં વિધાલયની એસ એ જી,ડી એલ એસ એસ ટીમે ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન સાથે પ્રથમ ક્રમે વિજય મેળવી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમ્યાન ભાઈઓ અને બહેનો ખેલાડીઓએ શિસ્તબદ્ધ રમત, ટીમવર્ક અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે રમતાં તમામ મેચોમાં પ્રભાવ શાળી જીત નોંધાવી હતી. બાસ્કેટબોલ પ્રદેશકક્ષાએ ફાઇનલ મુકાબલામાં ટીમે વિરોધી ટીમને કઠિન ટક્કર આપી સ્પષ્ટ રીતે અગ્રતા સાથે પરાજય આપ્યો હતો. ટીમના તમામ ખેલાડીઓ, કોચ અને માર્ગદર્શક શિક્ષકોના સતત પ્રયત્નો અને મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે.આ વિજયથી શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલયનું નામ મધ્ય ઝોન સ્તરે ઉજવવળ બન્યું છે.
શ્રી પાટણ જૈન મંડળના હોદેદારો,ભૂતપૂર્વ વિધાર્થીઓ તથા શાળા પરિવારના સભ્યો અને રમતપ્રેમીઓએ ટીમને અભિનંદન પાઠવી આગામી રાજ્યકક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે શાળાના આચાર્ય ડૉ.બી.આર.દેસાઈએ તમામ ખેલાડીઓ, કોચ અને વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

