ફટાકડા વેચાણ નું લાયસન્સ રિન્યુ કરાવ્યાં વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીની દુકાનને સિલ કરાઈ; ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટકની ઘટના બાદ પાટણનું તંત્ર પણ આ મામલે ગંભીર બન્યું હોય તેમ ગતરોજ મામલતદારની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં કાયૅરત ફટાકડાની દુકાનો ઉપર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાટણ મામલતદાર કચેરીના નાયબ મામલતદારોની 7 ટીમો બનાવીને હાથ ધરવામાં આવેલ તપાસમાં શહેરમાં ફટાકડા બનાવવાનું લાઇસન્સ એકપણ વેપારી ધરાવતા નથી પરંતુ દિવાળીના તહેવાર ઉપરાંત રુટિનમાં વેચાણ માટે 8 જેટલા વેપારીઓ ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવતા હોવાનું સામે આવ્યું હતું.
અને આ લાયસન્સ ધરાવતા વેપારીઓની દુકાનોના લાઈસન્સ રીન્યુ અંગે ટીમ ની તપાસમાં 8 વેપારી પૈકી માત્ર બે જ વેપારીના લાયસન્સ રીન્યુ થયેલા હોવાનું અને 2 વેપારીઓએ દુકાન બંધ કરી હોવાનું જાણવા મળ્યું હતું જયારે બાકીના વેપારીઓ દ્વારા લાયસન્સ રીન્યુ કરાવ્યા ન હોવા છતાં પણ ફટાકડાની દુકાનો ચલાવી રહ્યા હોવાનુ સામે આવ્યું હતું.
જેમાં વેરાઈ ચકલા ઓમ શિવાનંદ ટ્રેડર્સ ફટાકડા વેપારી સંજયભાઈ મોદીના ત્યાં તપાસ દરમ્યાન લાયસન્સ રીન્યુ થયેલ ના હોય નાયબ મામલતદાર દ્વારા ફટાકડનો સ્ટોક પેક કરાવી તેને સીલ કરવામાં આવ્યો હતો. ડીસામાં સજૉયેલ ધટના બાદ સફાળા જાગેલા પાટણ તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટણ મા ફટાકડાનું ઉત્પાદન અને સ્ટોરેજ થતું નથી માત્ર વેચાણ થાય છે. તેમાં પણ કેટલાક સ્થળે દિવાળી પર જ વેચાણ થાય છે.કેટલાક લાયસન્સ ધારકો હાલમાં અન્ય વ્યવસાય કરતા હોવાનું જણાવી તંત્ર દ્વારા તપાસ બાદ આગળ ની યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.