પાટણમાં ONGC કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 8 લાખની છેતરપિંડી કરનાર આરોપીને એક વર્ષ બાદ પોલીસે ઝડપી લીધો છે. આરોપી દીપ મોદીએ ગત વર્ષે ઓગસ્ટ 27ના રોજ ONGCમાં ભરતી ચાલી રહી હોવાની ખોટી માહિતી આપી હતી. તેણે પાટણની ગીરજા મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં નર્સ તરીકે કાર્યરત રાખીબેન જોશીના દીકરા સાવનને નોકરી અપાવવાનું કહ્યું હતું. આરોપીએ સાવનના નામના બનાવટી નોકરી ઓર્ડર અને મેરિટ લિસ્ટના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ ખોટા દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી રાખીબેનનો વિશ્વાસ જીત્યો હતો. તેમની પાસેથી ચેક દ્વારા કુલ 8 લાખ રૂપિયા મેળવ્યા હતા. 31 વર્ષીય આરોપી દીપ મોદીને પાટણના મીરા દરવાજા પાસેથી પકડવામાં આવ્યો છે. તેની સામે IPC કલમ 406, 420, 465, 468, 472 અને 120(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને બી ડિવિઝન પોલીસને સોંપી દીધો છે.
- August 14, 2025
0
122
Less than a minute
You can share this post!
editor

