પાલિકાની બેદરકારી સામે શહેરીજનોમાં રોષ સાથે નારાજગી; પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાટણ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતી ફિલ્ટર પ્લાન્ટ નજીક ની 10 લાખ લીટરની પાણીની ટાંકી છેલ્લા ધણા સમયથી ચારે કોરથી લીકેજ બની હોય દિવસ દરમ્યાન હજારો લીટર ફિલ્ટર કરેલ શુધ્ધ પાણી નિરથૅક વહી રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ ટાંકીનું રિપેરિંગ કામ કરાવવામાં ઉદાસીનતા દાખવતાં શહેરીજનોમાં પાણીની બુમરાણ ઉઠવા પામી છે.
પાટણ પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની 10 લાખ લીટરની ટાંકી જર્જરીત બનતા સમગ્ર પાટણ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી લીકેજ ટાંકી નું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં ઉઠવા પામી છે. એક બાજુ શહેરના અનેક વિસ્તારોમાં પુરતાં પ્રેશરથી પાણી મળતું નથી ત્યારે બીજી બાજુ પાલિકા દ્વારા શહેર ને પૂરું પાડતી ટાંકી છેલ્લા ઘણા સમયથી લીક થતા હજારો લીટર પાણી કેનાલ મા વેડફાઈ રહ્યું છે. છતાં નઘરોલ પાલિકા વિભાગ નુ પેટનું પાણી પણ હલતું નથી જેને કારણે શહેરીજનોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ સાથે નારાજગી ઉભી થવા પામી છે.