ડીસામાં હાઇવે સ્થિત પાર્ટી પ્લોટ રહીશો માટે ‘માથાનો દુખાવો’ બન્યો

ડીસામાં હાઇવે સ્થિત પાર્ટી પ્લોટ રહીશો માટે ‘માથાનો દુખાવો’ બન્યો

કરોડોના ખર્ચે બનેલો રોડ ‘પાર્કિંગ પોઈન્ટ’માં ફેરવાયો

ડીસા-પાટણ હાઇવે પર આવેલા પાર્ટી પ્લોટમાં યોજાતા પ્રસંગો હવે આસપાસની સોસાયટીના રહીશો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની રહ્યા છે. પાર્ટી પ્લોટમાં આવતા મહેમાનો દ્વારા વાહનોનું આડેધડ પાર્કિંગ જાહેર રોડ પર કરવામાં આવતા સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

​તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા શુભમ પાર્ટી પ્લોટથી હિમાલય સોસાયટી સુધીનો નવો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તંત્રનો ઉદ્દેશ્ય લોકોની સુખકારી અને અવરજવરમાં સરળતા રહે તેવો હતો, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. આ નવો નકોર રોડ હવે પાર્ટી પ્લોટમાં આવતા વાહનો માટે મફતનું ‘પાર્કિંગ પોઈન્ટ’ બની ગયો છે.પ્રસંગોના સમયે સેંકડો વાહનો રોડની બંને બાજુ પાર્ક કરી દેવાતા સોસાયટીના રહીશોને પોતાના વાહન બહાર કાઢવા પણ મુશ્કેલ બને છે.

આડેધડ પાર્કિંગને કારણે એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટર જેવા ઈમરજન્સી વાહનો પસાર થઈ શકે તેમ નથી.આ ઉપરાંત હાઇવેને જોડતો માર્ગ હોવાથી ભારે ટ્રાફિક રહે છે, તેમાં રોડ પરના પાર્કિંગને લીધે નાના-મોટા અકસ્માતોની ભીતિ સતત રહે છે.પાલિકાએ રસ્તો તો સારો બનાવ્યો, પણ પાર્ટી પ્લોટ સંચાલકો પાસે પાર્કિંગની સુવિધા ન હોવાથી તેનો ભોગ અમારે બનવું પડે છે. રાત્રિના સમયે સ્થિતિ વધુ ગંભીર બને છે.​સ્થાનિક રહીશોની માંગ છે કે જે પાર્ટી પ્લોટ પાસે પૂરતી પાર્કિંગની જગ્યા નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કરોડોના ખર્ચે બનેલા રોડનો ઉપયોગ જો પાર્કિંગ માટે જ થવાનો હોય, તો લોકોની સુખકારી ક્યાં ​હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ કે પાલિકા તંત્ર આ આડેધડ પાર્કિંગની સમસ્યામાંથી સોસાયટીના રહીશોને ક્યારે મુક્તિ અપાવે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *