પાલનપુર પેરોલ ફર્લોની ટીમે માવસરી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી આધારે વાવ તાલુકાના માવસરી બાખાસર રોડ ઉપરથીપસાર થતા એક પીકઅફડાલામાંથી રૂા. ૬.૪૧ લાખનો વિદેશી દારૂ તથા મોબાઇલ પીક અપ ડાલુ સહિત રા.૧૦.૯૧ લાખના મુદામાલ સાથે બે પરપ્રાંતિય શખસોને ઝડપી પાડી માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દારૂ, મોબાઈલ, ડાલુ સહિત રૂા. ૧૦.૯૧ લાખના મુદામાલ સાથે બે પરપ્રાંતિય શખ્સોની અટક પાલનપુરની પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર ટીમ વાવના માવસરી વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી. તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બાખાસર રોડ ઉપરથી એક પિકઅપ ડાલુ દારૂ ભરી માવસરી તરફ આવી રહ્યું છે. જે બાતમી આધારે પોલીસે માવસરી બાખાસર રોડ પર વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી વાળુ પિકઅપ ડાલુ આવતાં પોલીસે તેને રોકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલ નંગ ૪૦૨૦ રૂપિયા ૬૪૧૦૪૦ તથા રોકડ રકમ ૧૫૨૦૦ બે મોબાઈલ, ડાલુ રૂપિયા ૪ લાખ મળી કુલ ૧૦૯૧૨૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી શિવા મહાદેવજી ગોહિલ તથા જેઠુંસિંહ નિમસિહ સોઢા રહેવાસી બાડમેર તા. ચૌહટન રાજસ્થાન વાળઓની અટકાયત કરી તેમની સામે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.