‘ઓપરેશન સિંદૂર’ માં ભજવી હતી મહત્વપૂર્ણ ભૂમિકા ! રવિ સિંહાનું સ્થાન લેશે
૧ જુલાઈથી બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે પદભાર સંભાળશે : પંજાબ, જમ્મુ-કાશ્મીર અને વિદેશી મિશનોમાં બહોળો અનુભવ
ભારતની બાહ્ય ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) ના નવા વડા તરીકે પરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા શનિવારે આ જાહેરાત કરવામાં આવી હતી. જૈન પંજાબ કેડરના ૧૯૮૯ બેચના ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી છે, અને તેમને અત્યંત સંવેદનશીલ ‘ઓપરેશન સિંદૂર’ માં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે જાણીતા છે. તેઓ ૩૦ જૂને પોતાનો
પરાગ જૈન ૧ જુલાઈથી બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે R&AW ના વડા તરીકેનો પદભાર સંભાળશે. હાલમાં, તેઓ R&AW ના એવિએશન રિસર્ચ સેન્ટર (ARC) ના વડા છે, જે હવાઈ સર્વેલન્સ અને સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરે છે. જૈન આ નવી ભૂમિકામાં R&AW માં બે દાયકાથી વધુનો અનુભવ લઈને આવી રહ્યા છે.
તેમની પ્રારંભિક કારકિર્દીમાં પંજાબમાં આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે તેમણે વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) અને નાયબ મહાનિરીક્ષક (DIG) તરીકે ઘણા જિલ્લાઓમાં સેવા આપીને મહત્વપૂર્ણ ઓપરેશનલ યોગદાન આપ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, R&AW માં તેમણે પાકિસ્તાન ડેસ્ક પર વ્યાપકપણે કામ કર્યું છે અને કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી ત્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં પણ સેવા આપી ચૂક્યા છે.જૈન ભારતીય મિશનોમાં શ્રીલંકા અને કેનેડામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. કેનેડામાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે વિદેશથી કાર્યરત ખાલિસ્તાની આતંકવાદી મોડ્યુલો પર નજર રાખી હતી. તેમનો વિશાળ અનુભવ અને ગુપ્તચર કાર્યોમાં તેમની કુશળતા R&AW ને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.