બે લાખ નેવું હજાર થી વધુનો દારૂ ઝડપી 13,05,284/ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને ઝડપ્યા.
જિલ્લાના નવનિયુક પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું; પાંથાવાડા પો.સ્ટે. વિસ્તારના વાછડાલ ગામની સીમમાંથી મહિંદ્રા SUV કાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ નંગ-૮૧૪ કિ.રૂ.૨૯૦૨૮૪/- મળી કુલ કિં.રૂા.૧૩,૦૫,૨૮૪/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડયો હતો. ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ,ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓ તથા એમ.બી.બારડ પોલીસ ઇન્સ્પેક્ટર, પાંથાવાડા પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ, જે સુચના અન્વયે પાંથાવાડા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમ્યાન વાછડાલ ગામ પાસે રોડ પર એક મહિંદ્રા SUV ગાડી નં: RJ-04-UA-2606 બાતમી હકીકત ના આધારે નાકાબંધી કરી તેને ઉભી રખાવી ચેક કરતા તેના માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ નંગ-૮૧૪ કિ.રૂ.૨૯૦૨૮૪/- તથા મહિંદ્રા SUV ગાડીની કી રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિં.રૂા.૧૫,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૧૩,૦૫,૨૮૪/- ના મુદામાલ સાથે આરોપી (૧) મહેંદ્રભાઇ સ/ઓ બન્નાજી જાતે.દેવાસી ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.કરનોસ તા.પીસાગંજ જી.અજમેર (૨)માણક સ/ઓ ચેનારામ જાતે-દેવાસી ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે –સુમેલ તા-રાયપુર જી-અજમેર(રાજ.) વાળાઓ પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી પાંથાવાડા પો.સ્ટે કરી હતી.

