હું અને મારાં ઝીંઝી કાકી :- ભાગ-2
ગતાંકથી ચાલુ
ઝીંઝી કાકીએનો રમુડો મોટો ભારે મસ્તીખોર હતો.. કાકી કયારેક ેઅને ટીપી નાખતા. ખાવાનું ન આપતા પાછળના રૂમમાં પુરી દેતા.. પોતાના સંતાન, સંતોનો પ્રત્યે કડક એવાં ઝીંઝી કાકી અમારી પ્રત્યે તો દયાળુ હતા. મને જાઈને તો એ કયારેક એવું કહી દેતા કે..આ સેવા રમુડાને એવો મારીશ કે મરી જશે…
ને એક દિવસ એવું જ થયું.
ઝીંઝી કાકીએ એને એ દિવસે કયાંક એવા શબ્દો કહ્યા હશે શનિવાર હતો અને રમુડો નિશાળેથી આવીને એ તો પતંગ લુંટવા ગયો. એને એ આદત બાબતે ઝીંઝી કાકી કહેતા, રોયા બે પૈના પતંગ પાછળ પડ મા કયાંક ટાંટીયા તોડાઈશ પણ.. પણ રમુડો એમ માને એવો ન હતો. બપોર ટાણે કપાયેલો પતંગ પાછળ પડયો..ગાય ભડકી એવો ઉછાળ્યો કે રમુડો એક તરફ રહ્યો.. પતંગ એક તરફ રહ્યો.. પતંગ બીજી તરફ રમુડાની ડોક ભાગી ગઈ. કમર તુટી ગઈ.. ત્યાં જ એના પ્રાણ ઉડી ગયા.
ઝીંઝી કાકીને ખબર પડી..પહેરેલ તે ઉઘાડે પગે દોડયાં.. રમુ રમુ કહીને ઢંઢોળ્યો પણ લોહીના ખાબોચીયામાં પ્રાણ વગર રમુડો પડયો હતો..
ઝીંઝી કાકી…કાકા સ્તબ્ધ થઈ ગયા.
રમુ રમુ કહીને મારી આંખો કયાંય સુધી ભીની રહી. ઘરમાં અમે પાંચ જણાં હતાં.પણ જાણે ઘરમાં પ્રાણ હતા નહીં..મારો રમુડાનો નાનો ભાઈ જૈ ત્યાં એને ઝીંઝી કાકી કહેતા..તારે પણ પતંગ પાછળ દોડતું નહીં.. ખબર હશે કે રમુડો.. ઝીંઝી કાકી કહી શકતા નહીં, ગળગળાં થઈ જતાં. એમણે મને પણ કહી રાખ્યું હતું..તારે પણ જયૈ ત્યાં ને વઢવું ન માને તો ચાર અડબોથ ઠોકી દેવી…
હું તને કશુંય કહીશ નહીં.. કાકીએ કહેલું પણ..
પણ.. છોકરાં આખરે છોકરાં.. એમ મોટેરાઓની સલાહ ન માને તો મારી કયાંથી માનવાનાં ?
એક બપોરે જ્યાં ત્યાં છટકી ગયો. કયાંકથી કપાયેલો પતંગ આવતો હતો.. તળાવ પાસેના લીમડા પરથી પતંગ સીધો તળાવના પાણી તરફ ગયો.જયૈં ત્યાંએ એને ઉડતાં પકડવા છલાંગ મારીને સીધો તળાવના પાણીમાં પડયો.. નજીક આરો હતો ને મહિલાઓ કપડા ધોતી હતી. એમણે સૌએ ધુબાકો સાંભળ્યો.. કોઈ પડયું કોઈ પડયું.. કપડાં નીતારી †ીઓ દોડી અરે આ તો જ્યૈં ત્યાં કોઈએ જઈને ઝીંઝી કાકીને કહ્યું, કાકી દોડતાં આવ્યાં.. સાથે બે ચાર લોકો વધુ હતા. જયૈં ત્યાં જ્યાં ડુબ્યો હતો ત્યાં આંગળી ચીંધી.. તરવૈયા પડયા ત્યારે જયૈત્યાંની જીંદગીના પુસ્તકનું પાનું ફાટી ગયું હતું. પહેલા રમુડો પછી જયૈંત્યાં ગયો. કાકીના બેય છોકરાં જીંદગીના વિવિધ રંગ પામે એ પહેલાં ઉપરવાળાના ધામમાં પહોંચી ગયા.બધાએ સાંભળ્યો.. કોઈ પડયું કોઈ પડયું.. કપડાં આઘા કરી †ીઓ દોડી.. અરે જયૈંત્યાં કોઈએ જઈને ઝીંઝી કાકીને કહ્યું.. કાકી છોડતાં આવ્યા સાથે બે ચાર વધુ લોકો હતા. જયૈત્યો જ્યાં ડુબ્યો હતો ત્યાં આંગળી ચીંધી.. તરવૈયા પડયા ત્યારે જયૈત્યાંની જીંદગીના પુસ્તકનું પાનું ફાટી ગયું હતું.પહેલાં રમુડો પછી જયૈત્યાં ગ્યો. કાકીનાં બેય છોકરાં જીંદગીના વિવિધ રંગ પામે એ પહેલાં ઉપરવાળાનાં ધામમાં પહોંચી ગયા.
કાકા કાકી જાણે ગાંડા જેવાં થઈ ગયાં..
કુદરત આગળ કોઈનું કશું ચાલતું નથી.. એ નક્કી થઈ ગયેલી બાબત રહી..
જીંદગી હતી.. એના ક્રમમાંહતી..
કોઈ કહેતું કાળ ચક્ર ઉભું થયું છે..
કોઈ કહેતું જપ, તપ કરાવો..
કોઈ કહેતું રાહુ નડી રહ્યો છે…
…..
ગમે તે હોય અમે હેરાન થતા હતા એ નક્કી હતું.. હસતાં રમતાં અમારો સમય દુઃખમાં ડુબવા લાગ્યો હતો. કોઈ કહેતું કુદરત પરીક્ષા લઈ રહ્યો છે..
શાની પરીક્ષા હોય ?
હું પુછતી…
ના ઝીંઝી કાકીએ ખોટાં કાર્યો કર્યા છે ના મારા કાકાએ એલો અણીશુદ્ધ ભગવાનના માણસ પાસ પડોશ અને સમાજમાં કહેવાતા હતા.
હું જાણતી.. સમજતી હતી…
હું મોટી થઈ ગઈ હતી..
ઝીંઝી કાકી કાકાની સાથે મારી સગાઈ.. લગ્ન વિશે ચર્ચતા હતા. એ બધું મારે કાને પડી જતું હતું. મને હતું મને પરણાવશો અને તમે એકલા થઈ જતો તો તમારૂં કોણ એનો વિચાર કર્યો છે.. આ દરમિયાન એક ઘટના બની ગઈ.. મેં જે ધાર્યું ન હતું.. ઝીંઝી કાકી કે કાકાએ વિચાર્યું ન હોય એવું બની ગયું.. મારી નાની બહેને જે જબર આઘાત આપ્યો એ તો સાચે જ હચમચાવી ગયો. નાની બહેન કોઈ વિધર્મીની સાથે રફુચક્કર થઈ ગઈ.. કાકા તો ગુસ્સે થઈ ગયા પણ ઝીંઝી કાકી રહ્યાં…એટલું જ બોલ્યાં.. નાક કપાવ્યું..
છેલ્લા ઘણા વર્ષોથી ઝીંઝી કાકીના ઘરની સ્થિતિ તૂટતી જતી હતી.. પૈસા મામલે તાણ આવતી હતી એમાં વળી એ બેય જણા મારા લગ્નની વાતો કરતા હતા.
હું ના પાડતી હતી..
મને નોકરી કરવા દો.. કમાઈને મને કંઈક લાવવા દો પછી વાત…
કુદરતનો કેર કદાચ બાકી હતો.. ઘરમાં જે કંઈ કમાણી કરી આપતા હતા એ કાકાને પગે લકવો મારી ગયો.પથારી વશ થઈ ગયા.કુદરતે ન જાણે કેટલી બધી પરીક્ષાઓ લીધી અને હજુ પણ કેટલી બાકી હશે ?
ઝીંઝી કાકી એકદમ તુટી પડયા..એકાદ બે વાર એમણે મોત માગી લીધું.. હે પ્રભુ મને મોત તું આપી દે.. મારે કયાં સુધી જાવાનું ? અને જીવવાનું.. તું હજુ શું ઈચ્છે છે ?
એ વખતે હું એમની પાસે હતી મેં ઝીંઝી કાકીનો હાથ પકડી લીધો.. રડી પણ પડી.. કાકી એવું કહો મા.. જીંદગીથી હારો મા.. હું છું.. તમારા માટે અને મારા કાકા માટે.. હવે હું ઝીંઝી કાકી માટે અને કાકા બાપા માટે જીવીશ.. મારે પરણવું નથી.. હવે મારી ખરી ફરજ બને છે. તમોએ મને તમારી પુત્રી માની છે ને….
……
એ સાંજે મારા પુણ્ય ગણો કે શુભ ભાવ મને ડાકટરના ત્યાં કેસ કાઢનારી… દવાના પડીકાં વાળનારી તરીકે નોકરી મળી ગઈ.. મેં સ્વીકારી લીધી…
જીંદગી હતી.. એના ક્રમમાં હતી..
ઝીંઝી કાકીને ના કાકાને હાર માનવા દીધી હતી. એમની પડખે ઉભી રહી.. મારી નિષ્ઠા, નિયમિતતા, વફાદારીના પરીપાક રૂપે ભણી ન હતી.. નર્સનું પણ શીખી ગઈ. ડાકટર સાહેબના સુચન મુજબ પાટાપીંડી અન્ય અનેક કામ કરતાં શીખી ગઈ.. મારો પગાર વધ્યો એમાંથી ઘર ચાલવા લાગ્યું.
આજે હું છું.. મારી ઝીંઝી મા અને કાકા બાપા માટે બધું કરવા તૈયાર છું…પણ લગ્ન નથી કરવા….