સુંદર, સુવિધાજનક મોડ્યુલર કિચન
મોડ્યુલર કિચનનો લે-આઉટ કેટલાય ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવે છે, જેમ કે વપરાશની વસ્તુઓ, બિનવપરાશની વસ્તુઓ, ખાવાનું બનાવવું, બનાવવાની તૈયારી, સાફસફાઇ વગેરે. આ બધા માટે અલગ-અલગ ભાગ નક્કી કરવામાં આવે છે
મોડયુલર કિચન અંતર્ગત ફ્લોરથી લઈને દીવાલ સુધી દરેક ખૂણાનો કાયાકલ્પ થાય છે. કેબિનેટ્સ, સ્ટોરેજ યુનિટ્સ, કિચન એક્સેસરીઝ, લાઈટિંગ, ફિટિંગ ડેકોરેશન વગેરેથી કિચનને મોડર્ન અને એટ્રેક્ટિવ લુક આપવામાં આવે છે. ઘર નાનું હોય કે મોટું મોડયુલર કિચન રસોઈર તૈયાર કરવાના અંદાજ અને અહેસાસમાંથી નવીનતા લાવ્યું છે. તમારી જરૃરિયાત પ્રમાણે તૈયાર કરવામાં આવેલું મોડર્ન એક્સેસરિઝથી સજ્જ રસોડું સ્વચ્છ અને વ્યવસ્થિત પણ લાગે છે.
પહેલાથી તૈયાર યુનિટ સાથે કિચનને એવું રૃપ આપવામાં આવે છે કે તેમાં સગવડની સાથે સાથે ઉપલબ્ધ જગ્યાનો પણ પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. મોડયુલર કિચન અંતર્ગત ફ્લોરથી લઈને દીવાલ સુધી દરેક ખૂણાનો કાયાકલ્પ થાય છે. કેબિનેટ્સ, સ્ટોરેજ યુનિટ્સ, કિચન એક્સેસરીઝ, લાઈટિંગ, ફિટિંગ ડેકોરેશન વગેરેથી કિચનને મોડર્ન અને એટ્રેક્ટિવ લુક આપવામાં આવે છે. ઈન્ટિરિયર કન્સલ્ટન્ટ જણાવે છે કે મોડયુલર કિચનનો લેઆઉટ કેટલાય ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવે છે, જેમ કે વપરાશની વસ્તુઓ, બિનવપરાશની વસ્તુઓ, ખાવાનું બનાવવું, બનાવવાની તૈયારી, સાફસફાઈ વગેરે. આ બધા માટે અલગ અલગ ભાગ નક્કી કરવામાં આવે છે. તેને ૩ વિભાગમાં વહેંચવામાં આવે છે – ઉપરનો, વચ્ચેનો અને નીચનો ભાગ. કેબિનેટ્સ અને સ્ટોરેજ યુનિટ્સ ઉપરના ભાગમાં એવી વસ્તુઓ મૂકવામાં આવે છે, જેનો ઉપયોગ માત્ર નામમાત્રનો હોય છે, વચ્ચેની જગ્યામાં દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને નીચેના ભાગમાં ઓછી ઉપયોગમાં લેવાતી વસ્તુઓ મૂકવામાં આવે છે. ઈન્ટિરિયર કન્સલ્ટન્ટ જણાવે છેકે મોડયુલર કિચન મહદ્અંશે જૂના કિચન કરતા વધુ સારા હોય છે. મોડયુલર કિચન તમારી પાસે ઉપલબ્ધ તમામ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરે છે. તેને તમારી જરૃરિયાત પ્રમાણે તૈયાર કરવામાં આવે . તમે તમારા વર્તમાન જૂના કિચનના બદલે સ્ટાઈલિશ લુક આપે છે. આ કિચનમાં દરેક કામ અને વસ્તુ માટેની જગ્યા નિર્ધારિત હોવાના કારણે તમે દરેક કામ સારી રીતે અને ઓછા સમયમાં પૂરા કરી શકો છો. જો કોઈ કારણવશ તમારે ઘર બદલવું પડે તો તમે મોડયુલર કિચનને સરળતાથી શિફ્ટ પણ કરી શકો છો. ઈન્ડી ટોપ મોડયુલર કિચનના પ્રોપરાઈટર સુમિત ચઢ્ઢના મતે – મોડયુલર કિચન ઈ ઝી ટુ કેરી હોય છે. પહેલાનાં જમાનામાં કાર્પેન્ટર દ્વારા કિચનના ખાના ખિલ્લા પર ફિક્સ કરવામાં આવતા હતા. પણ આજે અમે બોક્સિસ બનાવીને તેને મિની ફિક્સ કરીએ છીએ. જેને ખોલીને બહુ સરળતાથી ફરથી પ્લાયમાં કન્વર્ટ કરીને બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાય છે. પહેલાંના ડ્રોઅર ખેંચીને ખોલવા પડતા હતા, પણ મોડયુલર કિચનમાં ખૂબ સરળતાથી તમે સાધારણ પુશ કરીને પણ તેને ખોલી કે બંધ કરી શકો છો. તે ઈઝી ટુ ઈન્સ્ટોલ અને ઈઝી ટુ યૂઝ હોય ઓર્ડર આપ્યા પછી ૧૫-૨૦ દિવસમાં મોડયુલર કિચન તૈયાર થઈ જાય છે અને ૨-૩ દિવસમાં ફિટ પણ થઈ જાય છે. આ દરમિયાન ઘરમાં કોઈપણ પ્રકારના ધૂળ માટી પણ નથી થતા, કારણ કે બહારથી તૈયાર થઈને આવે છે. તે સંપૂર્ણપણે કસ્ટમાઈઝ્ડ હોય છે. તમે તમારી સગવડ અને જરૃરિયાત પ્રમાણે કિચન અને તેની એક્સેસરીઝ તૈયાર કરી શકો છો. સુમિત ચઢ્ઢા જણાવે છે કે મોડયુલર કિચનમાં મુખ્યત્વે પાંચ પ્રકારના મટિરિયલનો ઉપયોગ થાય છે. પ્લાય – માર્કેટમાં પ્લાય સરળતાથી મળી રહે છે. ખરાબ થતા તમે સેમ પેટર્ન અને ડિઝાઈનનું પ્લાય ખરીદીને તેને રિપ્લેસ પણ કરી શકો છો. ખાસ કરીને બીડબ્લ્યુઆર પ્લાય જે વોટરપ્રૂફ, મજબૂત અને સસ્તું પણ હોય છે. એક્રેલિક ઃ તે વધારે ગ્લોસી અને આકર્ષક હોય છે. બોલ્ડ કલર જેવા કે રેડ, ગ્રીન, બ્લ્યુ વગેરેમાં તે ઉપલબ્ધ છે. તેમાં ઊધઈ નથી ચડતી અને તેની પર ડિઝાઈન પણ સારી ખીલી ઉઠે છે. પરંતુ તે બહારથી બનીને આવે છે, તેથી તેની કિંમત વધારે હોય છે. તક સાથે જ તે ઈઝી ટુ ઈન્સ્ટોલ પણ નથી હોતા. એલ્યુમિનિયમ ઃ તે પાણીમાં ખરાબ નથી થતા તેમાં ઊધઈનું જોખમ પણ નથી રહેતું. સ્ટેનલેસ સ્ટીલ ઃ તેમાં ઉધઈ, કાટ લાગવાનો ડર નથી રહેતો અને દરેક કલરમાં તે મળે છે. પછી તેની પર કોઈપણ ડિઝાઈન બનાવી શકાય છે. ગ્લાસ ઃ વુડ પર ગ્લાસ લગાવીને તેને મોડયુલર કિચનમાં યૂઝ કરવામાં આવે છે. આમ તો સારું રહે છે, પણ તે બસ તૂટવાનો થોડો ડર રહે છે. ભારતીય પરિવેશ અને ખાનપાનને જોતાં ભારતીય ઘરોમાં મોડયુલર કિચન માટે વુડ મટિરિયલને જ અગ્રિમતા આપવામાં આવે છે. આ મટિરિયલ દરેક યોગ્ય હોવાની સાથે સાથે બીજા કોઈપણ મટિરિયલની સરખામણીમાં સસ્તુ પણ પડે છે. કઈ કઈ રીતે તૈયાર થાય છે મોડયુલર કિચન ડિઝાઈન ઃ પ્રીતિ જણાવે છે કે સૌથી પહેલાં તમારે તમારી જગ્યા અને જરૃરિયાત પ્રમાણે રૃપરેખા નક્કી કરવાની હોય છે. આ કામ માટે તમે ઈન્ટિરિયલ ડેકોરેટર કે મોડયુલર કિચન તૈયાર કરનારનો સંપર્ક પણ રી શકો છો. મુખ્યત્વે કિચન પાંચ પ્રકારના શેપમાં માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. – એલ શેપ, સ્ટ્રેટ શેપ, યુ શેપ, પેરેલલ શેપ અને આઈલેન્ડ શેપ. એક્સપર્ટ ટૂના મતે એલ શેપ મોડયુલર કિચન નાની જગ્યા માટે જ્યારે આઈલેન્ડ શેપ કિચન મોટી જગ્યા માટે પરફેક્ટ છે. આઈલેન્ડ કિચનની વચ્ચોવચ એક પેનલ હોય છે, જેનાથી તમે ચારેય બાજુથી કુકીંગ કરી શકો છો. તે દેખાવે સુંદર તો લાગે જ છે, સુવિધાજનક પણ હોય છે. બજેટ ઃ હવે તમારું બજેટ નક્કી કરો કે તમે ફ્લોરિંગ, વોલ કલર, કિચન ટાઈલ્સ, કેબિનેટ્સ, ડ્રોઅર્સ, સિંક, નાળ, વગેરે પર કેટલો ખર્ચ કરી શકો છો. તે પ્રમાણે જ મટિરિયલ ડિસાઈડ કરો. ફ્લોરિંગ ઃ સૌથી પહેલાં કિચનનું ફ્લોરિંગ કરવામાં
આભાર – નિહારીકા રવિયા આવે છે. ફ્લોરની ટાઈલ્સ પૂરા કિચનને આકર્ષક અને નવો લુક આપે છે. બજારમાં અલગ અલગ પ્રકારની ટાઈલ્સ ઉપલબ્ધ છે. તમે એવી ટાઈલ્સ પસંદ કરો, જે કિચન વોલના કલર સાથે પણ મેચ થાય. ન્યુટ્રલ કલરની ટાઈલ્સ બધા જ પ્રકારના કિચનમાં સૂટ થાય છે. ટાઈલ્સ સ્ક્રેચ એન્ડ સ્ટેન રેઝિસન્ટન્ટ અને ઈઝી ટુ ક્લીન હોવી જોઈએ. તમે સિરામિક ટાઈલ્સ પણ પસંદ કરી શકો છો. લાઈટિંગ ઃ મોડયુલર કિચનમાં લાઈટિંગ બ્રાઈટ હોવું જોઈએ, કારણ કે કામ કરતી વખતે પૂરતી લાઈટ હોવી જરૃરી છે. એ વાતનું ધ્યાન રાખો કે ઓવરહેડ કેબિનેટ્સના કારણે કાઉન્ટરસ્ટોપ પર તમારી વર્કસ્પેસ પર શેડો ન આવે. જો એવું થાય તો તમારે કેબિનેટની નીચે લાઈટ ફિક્સ કરાવવી પડશે. નેચરલની સાથે તમે ડેકોરેટિંવ લાઈટ્સ પણ લગાવડાવી શકો છો. પાણીના નળને બદલે હવે કિચન સિંક લાંબા હેન્ડલવાળા સ્ટાઈલીશ નળની ડિઝાઈન સાથે ટ્રેન્ડમાં છે. જો તમે ઘરના દરેક ખૂણાને સ્ટાઈલીશ બનાવવા ઈચ્છો છો તો માર્કેટમાં તેના અનેક વિકલ્પ છે. સિંક સ્ટેનલેસ સ્ટીલના સારા રહે છે. તે ટકાઉ અને ઈઝી ટુ ક્લીન હોય છે,