મારી મા ડુંઘાળીયું કરતી

પાલવના પડછાયા

બીજે છેડે મારા એને સૌ છુટા થાય એ પસંદ ન હતું.. મારી મૃત સાસુ સમક્ષ કહેલું, ‘બા મારામાં વિશ્વાસ રાખજે.. ભૈને એની વહુને અલગ નહીં થવા દઉં.. બાપાને તો કયારેય નહીં.. મારી પર ભરોસો રાખજે..
એ વાતના દસમા કે બારમા દિવસે અમારી સમક્ષ સસરાજીએ અલગ થઈ જવાનું કહ્યું.. હું કાંઈ ન બોલી પણ મારા એ કહે, ‘બાપા શંુ બોલો છો ?’ અહીં તમને શું તકલીફ છે ? ને આખરે જશો કયાં ? લોકો શું શું કહેશે ? મારા એમણે કહ્યું.
મારાથી રહેવાયું નહીં.. હું ઉકળીને બોલી ઊઠી ‘તમે શું કામ અકળાવ છો ? જ્યાં એમને જ્યારે જવું જ છે ત્યારે તમે શું કામ રોકો છો ? અહીં એમનો જીવ.. હું અટકી ગઈ.. આગળનું ન બોલી.. મારી દેરાણી પણ ન બોલી.. દિયરે કહ્યું ખરા.. બાપા, આ શું ગાંડા ચાળા માંડયા છે.. અમને કાળી ટીલી કરવી છે..
કાળી કહે કે ધોળી.. આ ઘરમાં જાણે હું રહી શકતો નથી.. બસ જ્યાં જઈશ ત્યાં…
એ અટકયા ને ઉપરથી ગુસ્સો ને અંદરથી રાજી થતાં મારા દિયરને જણાવી દીધું. હવે એ જવાનું જ ઈચ્છે છે.. તો રોકવા યોગ્ય નથી. .એમને આપનો સંગ નથી ગમતો.. અહીં દુઃખ લાગતું હોય તો બીજેરહેવા જઈને એ સુખ માણી શકે છે.. હું બોલવામાં ચાલુ પડી ગઈ હતી ત્યાં જ મારા એ મારી પર બગડયા. મને જાણે કે ધમકાવતા હોય એમ બગડયા તું ચુપ કરીશ.. એકવાર બોલવા બેસે છે તો અટકતી જ નથી.. કળ કળ કળ કર્યા સિવાય કશું આવડતુ ંજ નથી..
ત્યાં તો મારા દિવ્યાંગ છોકરાએ ટેબલ પર પડેલો ભરેલા પાણીનો ગ્લાસ ઉંધો વાળ્યો ને પાણી પાણી થઈ ગયું. એક તો ગુસ્સામાં હતી ને એમાં ગ્લાસ ઉંધો પાડયો ને એને ધબેડવા માંડી.. મરી જાને.. કાળમુખા.. તારા નામનો પાર આવે.. કંટાળી ગઈ છું.. આ બધાંથી..
એને શું કામ મારે છે ? મરવાનું કહે છે ? અમને બધાને મારી નાખ.. તારૂં કાળજું ટાઢુંબોળ થાય.. પછી અહીં રહેજે તું તારે…
સવારે મારા સસરા.. મારા એમની પાસે આવીને કહે, ભૈ જાઉં છું.. મારી ચિંતા કરશો નહીં..દરમિયાન મારા દિયરે આવી જતાં કહ્યું, બાપા આ તમને સારૂં લાગે છે…
પણ મારા સસરા કંઈ બોલ્યા નહીં.. ઘણા રોકયા છતાંય નીકળી ગયા.. ના કપડાં લીધાં ના ઘરેથી પૈસા માગ્યા.. શહેરના એક જાણીતા મંદિરમાં એમને રહેવા મળી ગયું..
ઉપરથી બળાપો બખાળા કાઢતી હું અંદરથી રાજી રાજી થઈ ગઈ..હાશ.. બલા ટળી ગઈ.. દુનિયામાં ઘણા પરિવારો, ખાસ કરીને છોકરાઓ પોતાના અમુક વયે પહોંચેલા મા-બાપ ખંટાતા (સહન) નથી.. મારી ગણતરી એમાં આવી ગઈ..
એમના, મારા સસરાના ગયા પછી મારૂં નિશાન મારો દિયર દેરાણીને એમનાં સંતાનો હતા. પણ ચુપ રહેતી મનમાં નક્કી કર્યું હતું કે, એ આપોઆપ અલગ થાય તો ઠીક છે..નહીં તો..પાછી એ જ ભવાઈઓ આરંભ કરવી પડશે..
પણ ઘરમાં એ નોબત ન આવી મારા સસરાના ગયા પછી દિયર દેરાણીએ ઘરમાં જાણે કે સાવ પરાયા હોય એવો વહેવાર કર્યો. અને એક રાત્રે એમણે પણ અલગ થઈ જવા અંગે કહ્યું.
અહીં તને અને તારી વાઈફને શો વાંધો આવે છે ? એમણે પુછયું..
કંઈ નહીં બસ..
ને મારા દિયર દેરાણી ભાડાના મકાનમાં ચાલ્યા ગયા.. એમના ગયા પછી ઘર જાણે સાવ ખાલી થઈ ગયું.. જેવું હું ઈચ્છતી હતી તેવું.. ઉપરથી ડોળ કરતાં હું દુઃખી હોવું એવું અંદરથી ખુશ.. ખુશ…
આજકાલ કરતાં મને એમ હતું આ એકલતાની જીંદગીમાં મજા આવશે. .બસ હું મારા એ અને સંતાનો ખાવું પીવું ને આરામ જ આરામ..
મારી માન્યતા હતી..
હું ખુશ રહેતી..
મારા એ..ના અંદરથી ખુશ હતા ન જરા બહારથી.. હું હસી હસી લળી લળી એમની સાથે વાત કરવા પ્રયાસ કરતી પણ એમનો પ્રતિસાદ ઠીક રહેતો નહીં.. હું ઘરમાં મજાની રસોઈ બનાવતી પણ તેઓને એ ગમતું નહીં. .અરે શારીરિક સંબંધોને.. સંપર્કો કરવા જતી એ પોતાનું પડખું ફેરવી દેતા.. હું માની રહી હતી કે કદાચ બદલાઈ જશે પણ એવા કોઈ એંધાણ જાેાવ મળતા નહીં…
રવિવાર અને વરસાદની એક સાંજે મને કહ્યા વગર નીકળી ગયા.. મને એમ કે મંદિરમાં રહેતા પિતાજીને મારા સસરાને મળવા ગયા હશે કે મારા દિયરના ઘેર પણ…
એક તરફ વરસાદ બરાબરનો હતો..
રાત્રીના સાડા આઠ થયા..
વરસાદ હતો.. રવિવારની સાંજ હતી. એમને પ્રિય એવાં પકોડા બનાવી રાખ્યા હતા. હમણાં આવશે ને સાથે બેસીને.. પરંતુ રાત્રી આગળ વધતી હતી જે પકોડા ઠંડા પડી રહ્યા હતા.
સાડા નવ દસ..
મારી પ્રતિક્ષામાં કંપ આવી રહ્યો હતો.
… તેઓએ શહેરમાંથી પસાર થતી ગુડઝ ટ્રેન નીચે પડી આત્મહત્યા કરી લીધી હતી. ખિસ્સામાંથી વરસાદના લીધે ભીની ચિઠ્ઠી મળી હતી. એમાં લખ્યું હતું હવે એકલી થાય છે ત્યારે બેય હાથમાં સુખને તું બરાબર ભરજે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.