મા-બાપ મળશે નહીં

પાલવના પડછાયા

માંડ હજુ મારા કામ પતાવીને સુઈ ગયો હતો. અડધો કલાક થયો હશે ત્યાં જ મારા મોબાઈલની રીંગ રણકી.. અડધી રાત્રે વળી એનો ફોન હશે.. કયાંક. કશીક અમંગળ કલ્પનાઓ માનસ ભૂમિમાં ઉત્પાદન મચાવી ઉઠી.. મેં ઘડીયાળ સામે જાેયું.. રાત્રીનો એક વાગવામાં સાત મીનીટ ઓછી હતી. હું જ્યાં જે ઓરડામાં હતો એની પાછલી બારી ખોલીને એક નજર કરી.મોસમનો પહેલો વરસાદ હવે એકદમ યુવાન બનીને ધરતી આવે જુની દોસ્તીની બારાખડી ઘુંટવા લાગ્યો હતો. ત્રાંસો વરસાદ.. પાછી રીંગ રણકી…આમ તો વરસાદ ટાણે નેટવર્કના ડખા થાય છે પણ પકડાયું ફોન ઉઠાવ્યો.. મદ્રાસ (ચેન્નાઈ)થી દુર વતનના શહેરમાં રહેતી મારી મોમે ફોન કર્યો હતો. મેં ઉઠાવ્યો એ કહેતી હતી ભાર્ગવ તારા પપ્પાને.. એ કહી શકતી ન હતી. એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ મારી મોમનો તુટી જતો અવાજ.. મોમ કહેતી પણ શબ્દો વેરણ છેરણ થઈ જતા હતા.
હા.. મા.. મારી મોમ.. વતનના શહેરમાં લેકચરર હતી. આધુનિક હતી પણ હું તો એનો જ્યારે કહેતો.ે. બોલાવતો ત્યારે હા મા કહેતો.. મારી મોમને એનો કશોય વાંધો ન હતો..
બોલ.. તારા પપ્પાને..
પુરતું સંભળાતું નહોતુ. હુ મારૂં મોં છેક મોબાઈલના સ્ક્રીન જાેડેલઈ જઈને બોલતો હતો.. શું થયું પપ્પાને..?
અને નેટવર્ક કપાઈ ગયું…
મેં જાેતરવાનો, લાઈનને પકડવાનો ખુબ પ્રયાસ કર્યો પણ.. આપ જીસ વ્યક્તિ કો ફોન કર રહૈ હૈ વો અભી પહુંચ કી બાહર હૈ..મેં સતત પ્રયાસો કર્યે રાખ્યા.. દર વખતે એક જ જવાબ મળ્યો.
આખરે પોણા બે વાગે સંપર્ક થયો..એટલું જ સંભળાયું.. તું જલદી આવ.. તારા પપ્પાને.. પાછી લાઈન કટ થઈ ગઈ.નેટવર્ક કપાઈ ગયું, દેશની આધુનિક ટેકનોલોજી પર મને ભારોભાર ગુસ્સો આવી ગયો. પણ શા કામનો ? પણ એક અર્થ મેં તારવી દીધો કે મારા મમ્મી પપ્પાને કશુંક થયું છે અને મોમ મને બોલાવી રહી છે…
રાતના અઢી થયા.. મેં મોમને પાછો ફોન જાેડયો પણ એ જ લમણાફોડ હતી.. એ સાથે જ મેં નક્કીકરી નાખ્યું કે એ ફોન કરવા કરતાં જેટલું બને એટલું ઝડપથી જલદીથી પહોંચી જવું.. મોમ મારી પ્રતિક્ષા કરતી હશે પપ્પાની સ્થિતિથી કદાચ ટેન્શનમાં આવી ગઈ હશે..
મારા કપડાં જરૂરી પૈસા લઈને ચાર રસ્તે આવ્યો. વરસાદ ધીમો પડી ગયો હતો. હા ઝીણી ફરફર ચાલુ હતી.. આકાશ આખુંય ધુળીયાવાદળોથી ખચાખચ છવાઈ ગયું હતું. ગમે ત્યારે વરસાદ પાછો ઉતરી પડે એવી ભીતી બરકરાર હતી.
ભીના રસ્તા ભરાયેલી પાણી, ભેજવાળા વાતાવરણમાં રેલ્વેસ્ટેશને આવ્યો. સવાત્રણનો એકસપ્રેસ હતો. બીજા વર્ગના ડબ્બાઓમાં તો અગાઉથી રિઝર્વેશન થઈ ચુકયા હતા. માત્ર જનતા કલાસની ટીકીટ લીધી.. મારે જવું જરૂરી હતી.
એકસપ્રેસના જનતા વર્ગમાં આવ્યો અડધી રાત વહી ગઈ હતી. ઉપરથી ધોધમાર વરસાદ.. કમ્પાર્ટમેન્ટમાં પેસેન્જરો તો હતા છતાંય મને બેસવાની જગ્યા મળી ગઈ એય પાછી બારી પાસે..
હું બેઠો કે પાછા રેલ્વે પ્લેટફોર્મ પરના એસએસ ટોસનાં પતરાં ધણધણી ઉઠયા. અર્થાત વરસાદ જાણે કેડ બાંધીને ઝીંકાયો.. હું બબડયોવાંધો નહીં.. હવે હું ડબ્બામાં બેસી ગયો છું.. તું તારે દીધે રાખ..
ત્યાં તો તીણી સીસોટી સંભળાઈ ચંદ ક્ષણો બાદ એક ધક્કો આવ્યો. એકસપ્રેસ છુટયો.. મેં ફરી વાર મોબાઈલ બહાર કાઢયો. મારી મોમને જાેડયો. એ જ માથાકુટ જેમની તેમ હતી. મેં એક ચીડ સાથે મોબાઈલ બંધ કરી ખિસ્સામાં સેરવી દીધો ત્યારે એકસપ્રેસ ગતિમાં આવી ગયો હતો. વરસાદ જેમનો તેમ હતોે. બારીમાંથી વાછટ અંદર આવતી હતી. વિન્ડો ગ્લાસ સેરવી દીધો.
કાલ સાંજ સુધી પહોંચીશ.. અંદાજ હતો વચ્ચે જાે કશીય ગરબડ ના હોય તો.. મેં માન્યું..
શું થયું હશે પપ્પાને.. એ સાથે મારૂં ઘર યાદ આવી ગયું. મામા યાદ આવી ગયા.
મારી મોમ જયારે પહેલી વાર પપ્પાને મળવા ગઈ હતી. ત્યારે હું મમ્માની સાથે હતો. એમણે મારા માથે હાથ મુકતાં કહેલું, બોલ બેટા શું ખાઈશ ?
આઈસ્ક્રીમ..
મારા માટે આઈસ્ક્રીમ આવ્યો અને એપછી બારી આગળ આવ્યો હતો. મારી મોમે બીજા લગ્ન કર્યા હતા મારા નવા પપ્પા હતા. એમણે અનેક વાર મારી મોમને કહ્યું હતું તું ગભરાઈશ નહીં મનમાં કયારેય પણ શંકા લાવતી નહીં કે ભાર્ગવની સાથે હું જરા જેટલો અન્યાય કરીશ એવું નથી..
એ યાદો હતી. બાળપણની.. એમણે મને નવી સાયકલ લાવી આપીને.. બતાવીને કહ્યું હતું જાે ભાર્ગવ બેટા..
મારી ?….. ના તો સાયકલ હું કે તારી મમ્મી ચલાવવાની છે ?
અનેે એમણે હાથ લંબાવેલા.. એમાં હું સમાઈ ગયો હતો..
સમયની પાંખે હું મોટો થતો હતો. મારી બધી જ જવાબદારીઓ મારા સુચન વગર આવે જતી હતી. લોકોના સંસારમાં ખાસકરીને દંપતિએ એમાંય જેને ફરીવાર લગ્ન કર્યા હોઈ એવા લોકોમાં કયાંય ખટરાગના સમાચાર મળતા. આગળના પતિ કે પત્નીથી થયેલા સંતાન મામલે ઝટપટ થતી અને સંસાર તુટી પડતો.. કયાંક પુરૂષ માર્ગ ભુલી જતો અને કયાંક સ્ત્રી.. અને એમાંથી વાત છેક ક્રાઈમ સુધી પહોંચી જતી.
છાપામાં આવા કિસ્સા આવતા.. મારી નજરે આવતા ભીતરથી હું અંકીત બની જતો.. જાે મારા ઘરમાંય આ રોગ પેઠો તો.. મોમ કયાં જશે ? મારૂં શું થશે ? પણ… પણ.. એમાંનું કશુંય થતું નહીં..
ભોજનના સમયે.. કયાંક સવારના ચાના સમયે.. રવિવારે સવારે.. બનાવેલા ખાસ નાસ્તાના સમયે પપ્પા મારી મોમને કહેતા. શંકા કરવાની કોઈ જરૂર નથી.. તારા મનમાં જાે એવી કલ્પનાઓની આંધી ઉઠી હોય તો ગલત.. મારી નજર સામે તો સિર્ફ તું અને ભાર્ગવ બેટા છે..બસ જ્યાં સુધી જીંદગી રહે ત્યાંસુધી તને.. તમને સુખ આપવું બસ.. પપ્પાના શબ્દો હતા..
મોમ મંદ મંદ સ્મિતી આપતી.. મારી નજર જતી.. મારી મોમ રૂપાળી હતી.. કોઈ હીરોઈનથી કમ ન હતી.. એ જ્યારે માથું નીચું કરતી ત્યારે માથાના આગળના ભાગની વાળની બે ત્રણ લટો સરકીને આવતી.. ઝુલતી….
મારી મોમ સ્વભાવે સરસ હતી. દેખાવે સરસ હતી. ગુણમાં સરસ હતી. નોકરી પણ સરસ હતી. એનો પગાર સરસ હતો. ભોજન વેળાએ કહેતી.. મારી તમારી વચ્ચે આવકમાં મામલે ભલે બાબત ઉંચી નીચી હોય પણતેથી કરીને વૈમનસ્ય કદીય ન કરૂં.. હું એમ કયારેય એવું નહીં કહું.. ના એ પોતાનો ગર્વ કરીશ કે હું વધારે પગાર પાડું છું મારી નોકરી ઉંચી છે.. અને..
અને શું…એમને પહોરની સમોવડી કહેવાતી હોઉં પણ તમે આગળ.. હું સદાય તમારી પાછળ.. મોમ કહેતી..મોમના શબ્દો સાંભળી પપ્પા એક હાથ મારી મોજાના ખભે.. બીજાે હાથ મારા ખભે મુકી દઈને.. ગળગળા થઈ જતા.. પછી પળો જાણે ભારેખમ બની જતી. ઓરડામાં દિવાલ ઘડીયાળના લોલકનો અવાજ આવ્યા કરતો. ત્યારે એ ટાણે ભારેખમ બની ગયેલા વાતાવરણને હળવું કરવા પપ્પા કહેતા.. ઘડીયાળના પેલા લોેલકની જેમ તારે કટકટ નથી કરવી. જેમ બીજી સ્ત્રીઓ કરે છે એમ ?
ના.. હું બીજી સ્ત્રીઓ જેવી નથી.. બીજીઓ કરતાં ભણેલી..કંઈક સમજદાર છું.. આ તો કુદરતનો ખેલ મંડાણો..
મોમની એ વાત મને યાદ હતી.. મારા અસલી પપ્પા અકસ્માતમાં માર્યા ગયા બાદ એ જાણે શૂન્ય મનસ્ક બની ગઈ હતી. ત્યારે તુટેલી જીંદગીનો છેડો બીજી વાર સંધાયો હતો મને ખબર હતી..
વધુ એક વાર દોડતી ગાડીએ મારા ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ મંતર્યો.. એ સાથે નેટવર્ક જેમનું તેમ હતું એવો ગુસ્સો આવ્યો કે.. મારા શહેરથી ગાડી ઘણી દુર આવી ગઈ હતી. પરોઢ થઈ ચુકયું હતું. પ્રદેશ બદલાયો હતો. અહીં વરસાદ ન હતો. બારી પરીનો કાચ હટાવ્યો. આગળની તરફ નજરકરી.. વિશાળ નદી આવતીહતી. છલોછલ એમાં ભરેલું પાણી…
આવું સરસ દ્રશ્ય શહેરની ભાગંભાગીમાં જાેવા મળવાનું ન હતું. નદી આવી ગઈ હતી. ગાડી પસાર થવા લાગી, અચાનક હું એ જાેવા નમ્યોકે મારો મોબાઈલ સરકીને નીચે તરફ… હું મારી નજર સમયે.. અને નદીના પાણીમાં પડતો.. જાણે જીવંત મોત જાેઈ રહ્યો. એક અફસોસ… ઉંડુ દુઃખ થયું પણ શા કામનું ? જે વાત હાથથી છટકી ગઈ ત્યાં મારી સામેની બેઠકે બેઠેલા માણસે એની ભાષામાં કહ્યું જેનો સાર હતો ભાઈ મોબાઈલ જેવી વસ્તુને તમારી સાચવીને રાખવી જાેઈએ ને… પણ… હવે મોમ સાથેસંપર્ક શી રીતે કરીશ.. શી રીતે સમાચાર મેળવીશ. ?
એકસપ્રેસ સાંજે સાત વાગે મને ઉતાર્યો.. ઓટોમાં હું પહેલા હોસ્પિટલ પછી ઘેર પહોંચ્યો.. સમાચાર સાંભળ્યા ત્યારે મારા પગ નીચેના જમીન બદલાઈ ગઈ હતી.
મારા પપ્પાનું માર્ગ અકસ્માતમાં માથું છુંદાઈ ગયું હતું અને મોમે આઘાતમાં હોસ્પિટલના સાતમા માળેથી મોતની છલાંગ મારી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.