બેગ સામે જાેઈ રહ્યો
બારીમાંથી ઠંડો પવન આવતો હતો. કયાંક ઝોકું આવી જાય એ દશા તી પણ સતર્ક હતો. કયાંક જાે હું ઉંઘી જાઉં અને સ્ટેશન આવે ગાડી ઉભી રહે તો… તો મારી બેગ કોઈ થામી જાય.. મને ખબર હતી..
દસ વાગી ચુકયા હતા. એક અંદાજ મુજબ સાડા અગિયાર બાર થાય. એકસપ્રેસમાં ગયો હોત તો કયારનોય પહોંચી ગયો હોત.. અને સોમીને મળીને એક સરપ્રાઈઝ આપી દીધી હોત કે.. કયાંય સુધી મેં તારો તિરસ્કાર કર્યોછે.. તને કયાંક ગાંડી કહી છે દાધારંગીને.. અક્કલ વિનાની મુર્ખ ગમાર કહી છે પણ બસ આજે તારી પાસે આવી ગયો છું તને કોઈની નહીં મારી બનાવવા.
એક તરફ ટ્રેનની ખટાખટ કરતી ગતિ.. અવાજ હતો બીજી તરફ માનસપટ પર વગર પાટે દોડતી વિચારોની ગતિ હતી. વિચારોની ગતિ કંઈક ન કહેવાય એવી હતી. સ્ટેશન આવ્યું.. ટ્રેન અટકી..
બે ત્રણ મીનીટનો સ્ટોેપેજ હશે.
ચા લાઉં સર…બારી આગળથી ચાવાળાનો અવાજ આવ્યો.. મારી નજર ગઈ.મેં માથું ધુણાવ્યું એણે માટીની કુલડીમાં આપી. માટીની કુલડીનું મોં મોટું હતું ને અંદરથી વરાળો નીકળતી હતી. મેં લીધી એક ચુશ્કી મારી..
બિસ્કીટ લાવું ? મેં એક આંખ ઝીણી કરી..
એક પેકેટ મંગાવ્યું.. એ લઈને આવે એ પહેલાં ડીઝલની વાતાવરણની શાંતિને છિન્નભિન્ન કરતી તીણી વ્હીસલ સંભળાવી.. બિસ્કીટનું પેકેટ આવી ગયું..
ગોકળ આઠમના મેળા ટાણે સોમી મેળામાં ગઈ હતી. એની બાએ આપેલા રૂપિયામાંથી રમકડાં લાવવાને બદલે માટીની બે ઝારી લઈને આવેલી. બીજા દિવસે સવારે એણે મારા ઘેર આવીને ઝારી બતાવેલી. ત્યારે હું ત્યાં આગળ આવી ગયેલો.સોમી ઘણી વાર મને પજવતી મને જાેઈને કહે.. આ ઝારીમાં પાણી ભરીશ એ ઠંડુ થશે એટલે તમોને પીવરાવીશ.
ને મારો ગુસ્સો જાણે એક સીમા પાર કરી ગયો હતો. મેં કહેલું, ચલ ફૂટ.. હમણાં એક ચોડી દઈશ.. આ સવાર સવારમાં નીકળી પડી..
મેં જાેકે એનું અપમાન કરેલું. ત્યારે મારી બાએ એનો પક્ષ લેતાં કહ્યું, એ બિચારી સાથે કેમ એમ કરે છે ?તને કાંઈ કાળા ધોળો કહ્યો ? સ્ટેશનેથી ગાડી છૂટી ગઈ હતી. અંધારામાં એના નિર્ધારીત પાટા પર રાત્રીની શાંતિનું હનન કરતી એના લયમાં આવી ગઈ હતી.
જીંદગી હતી એ પણ વિધાતાએ નિર્ધારીત કરેલી એની કેડી પર હતી. બા સોમીનો બહુ પક્ષ લેતી અંદર ખાને એની ગમતી હતી સોમી પણ મારી બાને ફૈં..ફૈં.. કરી ઘરમાં આવી જતી. સોમી આવીને મારી બા કહે કે ના કહે પણ જાતજાતના કામ કરી આપતી. માને એ ગમતી હતી
તો હું તિરસ્કાર જ કરતો. એ જેવી નજીક આવતી કે છટ..છટ કરતો પણ એને ખોટું લાગતું નહીં. હસી પડતી એના ધવલ ધવલ દાંત દેખાતા. મને થતું
હું જેને ગાંડી દાધારંગી કહું છું એના દાંત તો કેવા છે ? જ્યારે મારા પીળા પડી ગયેલા.. મહિનાઓથી સાફ ન થયા હોય એવા..
એક દિવસ તો મેં મારી બાની હાજરીમાં સોમીને કહી દીધેલું, હું ઘેર હોઉં એ સમયે તારે ઘરમાં પગ મુકવો નહીં.. અને મારી સામે આવવું નહીં..
મારી બા સાંભળી ગયેલી.. મને ધમકાવવા મુડ સાથે કહેલું, એની સાથે આમ કેમ ફરે છે ? એનો જીવ નથી…જ્યારે જાેઉં ત્યારે ધમકાવતો જ હોય છે.. સોમી બેટા તું તારે આવજે.. આ ઘર કાંઈ એનું થોડું છે ?
મારી બાના શબ્દો બાદ સોમી હસી ગયેલી મને અંગુઠો બતાવેલો ત્યારે એક ચોડી દેત.. પણ..પણ હું જ્યાં સોમીનો સતત તિરસ્કાર કરતો હતો ત્યાં બા અંદરખાને ભરચક ચાહતી હતી. કયાંક અંદરખાને એને ઈચ્છાઓ હતી કે આનું…સોમી પ્રત્યેનું વર્તન સુધરી જાય તો.. તો.. મારા એનો મેળ પડી જાય.. જ્ઞાતિમાં કોઈ કન્યા બચી નથી. સોમીને મારી બાની એક ગણતરી હતી.
એક દિવસ મારી બાએ જાણે ધડાકો કરતા મને પૂછી નાખ્યું.. આ સોમી તને કેવી લાગે છે ?
કેમ કેવી લાગે છે એટલે ?
એને હું તારી વહુ બનાવવા માગું છું..
તારૂં ચક્કર ખસી ગયું છે ? એ દાધારંગી.. ગાડીને મારી ઘરવાળી બનાવી દેનારો મૂર્ખો છું..
મેં સામે દલીલ કરેલી..એ નથી દાધારંગી કે નથી ગાંડી.. સમજુ અને સારી છે તને રાખશે.. અને..
ચૂપ કર લવારો.. ઘણીવાર મને બોલવાનું ભાન રહેતું નહીં.. ગમે તેવા શબ્દો જીભેથી.. મોએથી છુટી જતા એ જાણે માથાના વાઢ સમા રહેતા.
બા મને સોમી સાથે પરણાવવા માગતી હતી. એની એક ગણતરી હતી જે સાચી હતી. કારણ કે જ્ઞાતિમાં કોઈ બાકી ન હતું..જેની સાથે મારા લગ્ન થાય.. વળી સમાજમાં અમારી છાપ જરાક ઠીક ન હતી..
જ્યારે હું સોમીને એક એંગલથી પસંદ કરતો ન હતો. દર બે ચાર દિવસે મારી બા એ વાત ઉખાડતી. ભોજન વખતે ઘરમાં બેઠો હોઉં.. કારણ અકારણ એક દિવસે વાત જાણે હાથની બહાર ચાલી ગઈ..મારી બાએ કહી દીધું.. આ ઘરમાં વહુ તરીકે સોમી જ આવશે. એટલે આવશે..પરણવાનું મારે હતું અને મારી બા જરા વધુ પડતું દબાણ કરતી હતી..ને મેં એ દિવસના ઝઘડામાં મારી બાને સમાજનું અસભ્ય..કલંક સમાન કૃત્ય કરી બેઠો..મારી માને ગુસ્સાના આવેશમાં માથામાં લાકડી…બા ઢળી પડી.. એના કપાળે લોહી નીકળ્યું.. બા..બા…બા.. મેં ઢંઢોળી.. વાસ્તવમાં એને કપાળે વાગતાં એ બેહોશ થઈ ગઈ હતી. હું સમજ્યો એ મરી ગઈ છે.. હું ફફડી ઊઠયો.. કંપી ઊઠયો.. પોલીસનું આગમન થશે… પકડી જશે..માના હત્યારાને ફાંસી આપશે… હું ભાગ્યો..ભાગ્યો..
વર્ષોથી ના વતન ગયો.. ના કાંઈ ખબર અંંતર પૂછયા.. શું હાલ છે ? અને સોમી…
સોમીને પરણવાના અને બાની માફી માગવાના ઈરાદે વતનના એ સ્ટેશને ઉતર્યાે ત્યારે સાડા અગિયાર થઈ ચુકયા હતા.
વરસાદનું ઝાપટું કલાક અડધો કલાક પૂર્વે પડયું હોઈ પાણી ભરાયા હતા.
હું ઘેર પહોંચ્યો..સાંકળ ખખડાવી..
બા.. મેં કહ્યું.. બારણું ખુલ્યું.. સામે બા હતી..
એના પગમાં પડયો.. પછી કહ્યું મારે હવે સોમીની સાથે.. હું બોલી ન શકયો..ગળગળો થઈ ગયો.ત્યારે બાએ પીઠ ફેરવતાં કહ્યું..સોમી તો ગઈ..
કયાં ? ધામમાંં….
ને હું..સાથે લાવેલી બેગ ભણી જાેઈ રહ્યો..