ને માસી ગઈ એ ગઈ..
આમ તો મારૂં કોઈ સગું ન હતું ઘણાના નહીં કંઈ કેટલાયના સગા ઈશ્વર હોય છે એમ મારા પણ સગાં તો હતા જ પણ મેં કદી એમને જાયા ન હતા. લોકોના મોંએ એક કરતાં અનેકવાર સાંભળ્યું હતું જેના કંઈ સગાં નથી હોતા અને સગાં ઈશ્વર હોય છે વાતની મને ખબર ન હતી પણ જે ઘણો એ દુરની એક સગી મારી માસી હતી. નામ એમનું ગૌરીમાસી અને હું એમની સાથે એમના મકાનમાં રહેતો હતો. મારા સગાં એક એક કરીને ઉપરવાળાના ધામમાં પહોંચી ગયા હતા.મા બાપ મોટી બહેન, બનેવી, ફઈ ફુઆ ચાલ્યા ગયા હતા. મૃત્યુ કોઈને છોડતું નથી એ બાબત જાણે સત્ય બની ગઈ હતી. વિધાતાના ચાર અક્ષરો શું કોઈ બે અક્ષર પણ ભુંસી શકયું ન હતું. ના ભૂંસાસે.. છેલ્લો આઘાત મારી માએ આપેલો. જાકે મારી મા ઘણીવાર કહેતી.. હું મરી જઈશ પછી તારૂં કોણ ? મારી માના સાચા એ પ્રશ્નનો હું જવાબ આપી શકયો ન હતો પણ એ દિવસે જાગ સંજાગ હોય એમ ગૌરીમાસી મારા ઘેર આવેલા હતા. આ શબ્દો સાંભળતાં મારી માને કહેલું, તું શું કટાણું બોલી નાખતી હોઈશ એનું કોઈ નથી તો હું છું હું જમ જેવી બેઠી છું.. એના માસા એને રાતો અક્ષર પણ નહીં બોલે મારા ઘેર..ગૌરીમાસીના એ દિવસના એ શબ્દો હતા. હું ગૌરીમાસી સામે જાઈ રહેલો. મા કરતાં ગૌરીમાસી વયે મોટા હતા છતા નાના અને રૂપાળાં લાગતાં હતાં. જ્યારે મારી મા..હા મારી મા કોઈ પીંપળાના વૃક્ષે સુકું અડધું પીનું પાન થઈ ગયા જેવી લાગતી હતી.
એ વાત ગમે તે હોય પણ એકાદ મહિના પછી મારી મા અચાનક જ અવસાન પામી. મારા જીવનમાં જઈને ખળભળાટી મચી ગઈ.જ્યાં સુધી મારી મા જીવતી હતી ત્યાં સુધી સઘળું ક્ષેમકુશળ હતું પણ માના મોત બાદ જાણે ખડક પર સીધા ચઢવા જેવો સમય શરૂ થઈ ગયો હતો.મને જાણે ચારે દિશાઓ ધુંધળી લાગતી હતી. કયાં જવું અને શું કરવું એ સુઝતું ન હતું. મને મારી માના એ ટાણે બોલાયેલા શબ્દો એકદમ સાચા લાગતા હતા. મને થતું હતું બસ હવે જીંદગી ખલાસ ભરબપોરે એકદમ અંધારૂં લાગતું હતું પણ….પણ ઈશ્વર છે એ નક્કી અને સમય આવે એ લોકોનાં કામ પુરૂં પાડે છે.. મારા કિસ્સામાં પણ એમ જ થયું.એ સાંજે ચાર વાગે ગૌરીમાસી આવ્યાં. સાથે અનંત માસા પણ હતા. મને એ વખતના એમના શબ્દો યાદ આવી ગયા.મા જીવતી હતી ત્યારે એમણે કહેલું તારા માટે… મારામાં શબ્દો આળોટી પડયા..
તને લેવા આવ્યા છીએ.. ગૌરીમાસી પાસેથી મેં સાંભળ્યું..કયાં ? મેં ન પુછવા જેવો એક પ્રશ્ન પુછયો..
કયાં લે અમારા ઘેર..અનંત માસા બોલ્યા..
તૈયાર થઈ જા..જે લેવું હોય તો લઈ લે..અમારા જાડે રહેજે.. ખાજે પીજે..માસીએ કહેલું.
પણ મારે કશી નોકરી નથી.. મેં નિરાશા બતાવેલી.
તારા માસા મેળ પાડી દેશે.. ..હું વિવશ હતો. રહેવાનો રોટલાનો…નોકરીનો પ્રશ્ન હતો. કંઈક ઉલઝાયેલો પણ હતો..
ગૌરીમાસીના ઘેર એક અઠવાડીયું રહ્યો. મારૂં મન તો અકળાઈ ગયું હતું પણ પાછું એ ાણ થતું હતું કે, પાછો વળીને આખરે જઈશ કયાં ? કોઈ છે તો નહીં.. અહીં કમસેકમ રોટલા અને ઓટલો મળી રહે છે..
ગૌરીમાસીનું ઘર બે માળનું હતું પહેલાં માળ.. બીજા અને ત્રીજે માળે તો ધાબુ હતું.. જ્યાં મારે રહેવાનું હતું.. દસમા દિવસે માસા મને એક ખાનગી કંપનીમાં લઈ ગયા. જે કંપની વિવિધ પ્રકારનાં પોસ્ટર બનાવતી હતી.. એમાં છ સાત પેન્ટરો આવતા હતા. એમને મારે પાણી આપવાનું.. ચા બનાવી આપવાનું… પેન્ટરો કહે તો પીંછી ધોઈ આપવાની.. કયાંક રંગનુંં ડબલું રાખવાનું લઈ આવવાનું.. આવું કામ.. મને બે દિવસમાં જ ન ગમ્યું મને જાણે ઉબ આવી ગઈ.. ત્રીજા દિવસે તો રાત્રે વાળું વખતે મેં માસીને કહી દીધું.. માસી મને કામ નથી ગમતું..ત્યારે અનંત માસા હાજર ન હતા તોય માસીએ મને જણાવેલું.. ના ગમે તો ના કરતો.. તારા માસા કયાંક તારો મેળ પાડી દેશે.. હું એમને વાત કરીશ..ને હું ઉપર ચાલ્યો ગયો હતો..મારે પેઈન્ટર બનવું નથી એવા વિચારોની સાથે સુઈ ગયેલો.. રાત્રે કોણ જાણે કેમ ગૌરીમાસીનો જાદુ આવ્યો હશે..સવારના પહોરમાં જ અનંત માસાએ મને કામે જવાની ના પાડતાં કહ્યું.. તારા માટે હું કયાંક બીજું જ ખોળી કાઢીશ..
પાછા થોડા દિવસ પસાર થયેલા. અનંત માસા બપોરે આવ્યા અને મને સાથે લઈ ગયેલા.. કારખાનું હતું.. જાતજાતની પાઈપો બનાવતું હતું.. શહેરભરમાં રાજયભરમાં પાઈપો પુરી પાડતું હતું..
કારખાનામાં દાખલ થતાં મને લાગેલું પેલું રંગનું કામ હતું અને આ જાણે હથોડાની ટીચાટીચ.. હું એ કામ કરવાની પણ ના પાડવાનો હતો પણ થંભી ગયો..
મારે તો કારકુન જેવું કામ કરવાનું હતું ચેક ભરી આવવાના. ચેક લઈ આવવાના પોસ્ટમાં જ્યારે રજીસ્ટર્ડ કરવાનું હોય એ માટે જવાનું પોસ્ટમાંથી જ પારસલ લઈ આવવાનું. સવારે આઠ સાડા આઠ વાગ્યે પહોંચી જતો. શેઠે સાઈકલ આપી હતી એ શરૂઆતમાં કારખાને મુકીને આવતો હતો પણ પછી એક દિવસ શેઠે કહેલું સાઈકલ અહીં રાખવાને બદલે તારે ઘેર લઈ જવી હોય તો લઈ જજે. તેથી તને સરળ પડે.આમ તો મને સાઈકલ આવડતી ન હતી પણ શીખી ગયો હતો.. માસી ખુશ હતી..માસા ખુશ રહેતા.. કહેતા હતા કે મન લગાઈને કામ કરીશ તો આગળ વધીશ..મેં જવાબ આપ્યો ન હતો.. મારે આગળ જ વધવું હતું.. મારા શેઠે મને પહેલો પગાર આપ્યો, રાત્રે જઈને માસી પાસે મૂકયો. માસીએ મારા માથે હાથ મૂકીને કહ્યું, તારી પાસે રાખ. મારે જયારે જાઈશે ત્યારે માગીશ.’ પણ મેં પૈસા લેવાની ના પાડી.. ત્યારે માસાએ પણ મને પાસે રાખવા કહ્યું..આજકાલ કરતાં છ મહીના થયા છ પગાર આવ્યો. કંઈક માસીએ રાખ્યો, કંઈક મારા ઓરડાના કબાટમાં રાખ્યા. સાથે સાથે કહ્યું.. માસી તારે જયારે જાઈએ ત્યારે માગી લેજે.. કયાંક લઈ લેજે.. હું કહેતો..પણ માસી લેતી નહીં.. ના માસા લેતા….જીંદગી હતી..
એના ઢાળ પર હતી..એની ગતિ હું મારી મતિ મુજબ પામી શકતો ન હતો..