પ્રેમનું મનોવિજ્ઞાન સ્ત્રીઓ સમજે

પાલવના પડછાયા

મૃગ્ધાવસ્થા હોય કે પરિપક્વ ઉંમર હોય એક વિષય વાંચતો ખૂબ જ ગમે, એ વિષય છે ‘‘પ્રેમ’’ આવા વિષયોની લોકપ્રિયતા કહેવાને બદલે તેના ઊંડાણમાં જઈએ. મનોવિજ્ઞાનના તારણો પ્રેમમાં પડનારાંને પડ્યા પછી ઊભા થવામાં તો, નિષ્ફળતા પછી સહન કરવામાં કે સંબંધોને જીવનભર ટકાવવામાં કામ લાગે તેમ છે. આ લેખમાં એવી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને મદદરૂપ થઉં છું.

પ્રેમના લાભ જાેઈએ તો, મનોપચાર દરમિયાન દર્દીને થેરાપિસ્ટ માટે લાગણી થાય છે. એ અનુભવ દરદીને સુધરવા પ્રેરે છે. એક વખત મેં લખેલ લેખ ‘‘પ્રેમમાં નિષ્ફળતા પછી’’ વાંચીને ખુબ જ ફોન આવેલા, મારા પુસ્તક ‘‘ડિપ્રેશન’’ ને જાેતી વ્યક્તિ તેનાં ભાગ-૩નું પ્રકરણ ‘‘પ્રેમ ખુશ રહેવા માટે છે.’’

વધુ વંચાય છે. આ તારણોએ મને આ લેખ લખવા પ્રેરણા આપી છે. લેખમાં લગ્નસુખની નવી ચાવી શોધવાનો પ્રયાસ છે. પ્રેમ વિશેની ચર્ચા કરવા કામિનીનું ઉદાહરણ ટાંકુ. તે કોલેજમાં પ્રથમ ક્રમાંક

લાવવાની સાથે નોકરી કરે છે. તેનો ધ્યેય કોઈ કંપનીના ડિરેક્ટર થવાનો છે. પરંતુ, હમણાં હમણાં તેના વિચારો બદલાઈ ગયા છે. તે પરણીને ગૃહિણી બનવાનું વિચારવા લાગી છે. કારણ કે, તેને પ્રેમ થયો છે. દરરોજ એક કલાક પ્રેમી સાથે ફોન પર વાત કરે છે. સારુ છે કે પેલો બીજા શહેરમાં રહે છે, નહીં તો, રોજ મળવા દોડતી હોત. માતા-પિતાને ચિંતા કરાવે એવું એનું પરિવર્તન કેમ? તેને પ્રેમી સાથે વાત કર્યા વિના ચાલતું કેમ નથી?

દરેક માણસના મનમાં ઊંડે ઊંડે જરૂરિયાતોની યાદી હોય છે. આ એવી ઊણપો છે જે તે પોતાના વ્યક્તિત્વથી પૂરી કરી શકે તેમ નથી. તેને જ્યારે કોઈ વિજાતિય વ્યક્તિ મળે કે જે તેની જરૂરિયાતો પૂરી કરે. ત્યારે તે ખેંચાણનો અનુભવ કરે છે.
તેને મળવા તડપે છે. તેને મળીને કે જાેઈ ખુશ થાય છે. તેને જે જાેઈએ છે પણ, પોતાની પાસે નથી. એ મળવાની આશા જાગે છે.

કામિનીના કિસ્સામાં એવું જ છે. વર્ષો પછી મળનારી કારકિર્દી કરતાં અત્યારે પૂરી થતી જરૂરિયાતો વધારે સારી લાગે છે. આથી, તે કારકિર્દી છોડીને પ્રેમી પાછળ ઘેલી બની છે.

કાયદામાં ૧૮ વર્ષે લગ્ન કરવાની મંજુરી છે. તેથી, કામિનીએ તેની ઊંમરને પ્રેમમાં પડવાની પરિપક્વતા ગણી. આ કિસ્સામાં લવ નિડ્‌ઝ અર્થાત અર્ધચેતન મનની જરૂરિયાતોને તારવીએ તો… આવી આવી જરૂરિયાતો લાગે.
જેમ કે,

કુટુંબમાં જે ના મળ્યો તે પ્રેમ મેળવવાની, સાથી સાથે મોજમઝા કરવાની, કોઈ તેને સમજે, જાતિય ઈચ્છા, માતા-પિતાના ઝઘડાનો વિકલ્પ મેળવવાની ઝંખના..

યુવાન- યુવતિ પ્રેમમાં પડે છે ત્યારે લાગે છે કે,મમ્મી- પપ્પા ઝઘડતાં હતાં. તેનાથી, પોતે વધારે સુખી થશે,
લગ્નસુખની માસ્ટર કી મળી ગઈ. પરંતુ, પ્રેમી પંખિડાઓમાંથી પ૦% પ્રેમી લગ્ન પહેલાં છુટા પડે છે. બાકીનામાંથી અડધા લગ્ન પછી કોર્ટમાં લડે છે. રપ% યુગલો જ જીવનભર સાથે નિભાવે છે.

પ્રેમ સબંધોના આંકડા ભારતના નથી પણ, સમગ્ર વિશ્વના છે. આવા નિષ્ફળ આંકડાનું એક કારણ છે કે, મોટાભાગના પ્રેમીઓ પ્રેમમાં કુદી પડતાં પહેલાં પોતાના મનની જરૂરિયાતોને ઓળખતાં નથી. પ્રણય સંબંધો સાથી પસંદગીની પૂરી તક છે.

પ્રેમજન પોતાના સ્વભાવને કે. પ્રેમીજનના સ્વભાવને ઓળખવા પૂરો પ્રયાસ કરતી નથી. આ ઉપરાંત, તે સફળતાં ભણી આગળ વધે.
મા-બાપે પોતાના બાળકને સમજવાં માટે તેમણે બાળકોના સ્તર પર આવવું પડશે.તેના દ્દષ્ટિકોણને સમજવો પડશે.એની ભાવનાઓ અને જરૂરિયાતોને પણ સમજવી પડેે.તેનાં હિતમાં જે પગલાં ભરવા માંગતા હોય તેમાં તેની સ્વીકૃતિ પણ હોવી જાેઈએ.
મા-બાપે પોતાના બાળકની ખૂબીઓને ઓળખવી.દરેક બાળક બીજાથી અલગ હોય છે.અને દરેક બાળકમાં કોઈક ને કોઈક ખૂબી તો હોય જ છે.

એક વિશેષ ગુણ હોય જ છે.બાળકની કમજાેરીને તેની તાકાત બનાવવની કોશિશ કરો,જેમ કે તમાંરુ બાળક માત્ર હિન્દી જ
બોલતું હોય,અંગ્રેજી ન આવડવાને કારણે શરમ-સંકોચ અનુભવતું હોય તો હિન્દી કાર્યક્રમ વગેરે બાબતોમાં સજાગ કરીને તેને તેમાં એટલું આગળ વધારો તે તેને હિન્દીભાષી હોવા પર ગર્વ થાય. વધવું જાેઈએ.

બાળકની સાથે વાતચિત કરતી વખતે તુલનાત્મક(સરખામણી કરવી તે)વ્યવહાર કે વ્યંગપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો એ બિલકુલ યોગ્ય નથી.આવા વર્તનથી તેનું મનોબળ વ્યવહાર,આચરણ અને બોલી તૂટે છે.

સકારાત્મક વાતાવરણને બદલે નકારાત્મક સ્થિતિ સર્જાવા લાગે છે.

બાળકોને તેમનું હોમવર્ક કરી આપવાની બદલે તેમાં તેની મદદ કરો,જેથી તે ખુશી અને આત્મવિશ્વાસથી હોમવર્ક પૂરું કરે.હોમવર્ક એક રીતે

વિદ્યાર્થી,મા-બાપ,શિક્ષક અર્થાત ઘર-શાળાના
વાતાવરણનું પ્રતિનિધિત્વ કરે છે. તો વળી બાળક દ્ધારા કરાયેલું હોમવર્ક તેનું ઘરેલું સ્થિતિને અભિવ્યક્ત કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.