વ્યક્તિત્વના એક ભાગરૂપ પ્રવાસના અનુભવોનું આલેખન
સાધન સંપન્ન ગુજરાતીઓમાં દિવસે દિવસે વિશ્વપ્રવાસના ક્રેઝ વધતો જાય છે. તેના પરિણામે દરેક નાનકડા કે મોટા શહેરમાં નીકળીએ ત્યારે ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ, તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેકેજની જાહેરાતો અને પાસપોર્ટ વિઝા માટેની ઓફિસો ઠેર-ઠેર જોવા મળે છે. વિઝિટર વિઝા કે ટુરિસ્ટ વિઝા લઇ ફરવા નીકળી પડનારા ગુજરાતીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તેમાં અમેરિકા અને યુરોપના પ્રવાસે જનારા પ્રવાસીઓ સૌથી વધુ હોય છે. આપના સંત મોરારી બાપુ ક્યારેક આફ્રિકા તો ક્યારેક થાઈલેન્ડમાં કથા કરી આવવાનું આપને વાંચીએ, સાંભળીયે છીએ, ત્યારે જે લોકો પ્રવાસ કરી આવે છે તે પોતાના અનુભવોનું એક ભાથું સાથે લઇ આવતા હોય છે. તેમાં પ્રવાસ કરનાર લેખક કે પત્રકાર હોય તો તે પ્રવાસનું પુસ્તક પણ આપણને મળે જેમાં તેમનાં અનુભવો, સુક્ષ્મ નિરિક્ષણો અને તેથી વધુ એક માનવીય દ્રષ્ટિકોણથી ત્યાંની સંસ્કૃતિ, કલા, સામાજિક પરિવેશને નિહાળવાની દ્રષ્ટિનો લાભ પણ આવા પુસ્તકોમાંથી મળે રહેતો હોય છે.
યુરોપીયનોમાં એક એવી માન્યતા છે – જે મહદઅંશે ખોટી પણ નથી જ કે દેશી એટલે કે ‘સાઉથ એશિયન’ ટુરિસ્ટ ખાસ તો માત્ર ‘ટિક માર્ક’ કરવા માટે પ્રવાસ કરે છે. ત્યારે આ પુસ્તકમાં એફિલ ટાવર અને કોલોસિયમ સહિતની ‘ટિક માર્ક’ વાળી જગ્યાઓ ઉપરાંત કાર્લ્સરૂહ, બીર્કેન કોફ, અને બ્રુજ જેવા ખજાનામાં પ્રવાસ સ્થળો પણ સામેલ છે. પુસ્તક કુલ ચાલીસ પ્રકરણોમાં વિસ્તરેલું છે. તેમાં એક ધ્યાનપાત્ર બાબત એ છે કે પ્રકરણને અંતે દર્શાવેલ સ્થળે કઈ રીતે પહોચવું તેની નાની પણ સુંદર ટીપ્સ લેખિકાએ આપી છે.
યુરોપમાં ફરવું એટલે ધણા માટે કલાના રહસ્યો જાણવા, સાઈડવોક કેફેમાં બેસી પીપલ–વોચીંગ કરવું, પેરીસની શોમ્પસ એબિઝી, બાસિર્લોનાના લા રામ્બ્બા જેવી ગલીઓમાં આંટા મારવા, વેનિસમાં ગોન્ડોલા રાઈટ લેવી કે પછી સ્વિત્ઝરલેન્ડમાં સ્નોબોલ ફાઈટ કરવી એ બધા જ મજેદાર અનુભવો સાથે ધણું શીખવા મળે છે. જે તે શહેરમાં ત્યાં નો ઈતિહાસ, સંસ્કૃતિ, ઈમારતો, ખાણીપીણી, ફેશનથી માંડીને હવામાન જેવી ઘણી બાબતો શહેરને અનોખું બનાવતું છે. ગ્રીસમાં બધા ઘાંટા પાડીને વાત કરે છે. અને જર્મનીમાં જો કોઈ મોટેથી વાત કરતું દેખાય તો લોકો સામે જોવા લાગે છે. લિસ્બનમાં ટેક્સી-ડ્રાઈવરો બિચારા બનીને છેતરે છે અને બ્રસેલ્સમાં ટેક્સી-ડ્રાઈવરો દેખીતા જ ડરામણાં લાગે છે. વળી યુરોપના ગમે તે ખૂણે જાવ ત્યાં ટબુડી જેવા કપમાં એસ્પ્રેસો કૉફી પીવાય છે. જો કે કેફેમાં બેઠાં બેઠાં વાતો કરવાની સ્ટાઇલ પણ દરેક દેશની આગવી છે. જર્મનો બેઠાં બેઠાં કલાકો સુધી વાતો કર્યા વિના કેફેમાં સમય પસાર કરવા માટે જાણીતા છે. જયારે ફ્રાન્સ અને ખાસ તો પેરીસ શહેરનું સંચાલન જાણે કેફેમાં બેસીને થતું હોય એવું લાગે. એ વાતોની સાથે સાથે આપણને એ પણ જાણવા મળે છે કે યુરોપિયન શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ભરપુર મજા કરાવે છે અને ઘણી સરળતા કરી આપે છે. પેરીસથી માંડીને બાસિર્લોના અને એથેન્સ સુધી ટ્રામ કે ટ્રેનોના રંગો અને ગ્રાફિક્સમાં ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. બાસિર્લોનામાં જાણે મેટ્રોની વ્યવસ્થા ટુરિસ્ટને હેરાન કરવા માટે જ બનાવી હોય તેવી અટપટી છે. પણ એક વખત સમજી જવાય પછી તે પેરીસ કે બ્રસેલ્સ જેવી ભીડભાડવાળી નથી. વળી ગ્રીસમાં તે સ્ટેશનો પર જ ગ્રીક ભાષામાં વિસ્તારોના નામો વાંચવાનો પ્રયાસ કરવામાં શહેર જોવા જેટલી જ મજા આવે છે.
અહી દરેક ટેક્સીવાળા શહેરમાં કમસે કામ એકતી ને ફર્નીક્યુલર ટ્રેન તો જરૂર દેખાઈ જાય છે. આખા યે યુરોપમાં યુરો રેલની વ્યવસ્થા એવી સરળ છે કે અહીના વિવિધ દેશોની મુલાકાત લેવામાં કોઈ ટ્રાવેલ એજન્ટની જરૂર પડતી નથી, કેમ કે ફ્રાન્સની ્ય્ફ, જર્મનીની ત્નઝ્રઈ કે ઇટાલીની યુરોસ્ટાર-ઈટાલીયા મોટા ભાગના યુરોપિયન શહેરોના રેલ નેટવર્ક સાથે એવી રીતે જોડયેલી છે કે એક દેશમાંથી બીજા દેશમાં ક્યારે પહોંચી જવાય છે તેની ખબર જ પડતી નથી. આખોય યુરોપખંડ ટ્રાન્સપોર્ટની બાબતે એક મોટો દેશ હોય તે રીતે ચાલે છે. વળી આટલાં નજીક નજીક હોવા છતાં બધાં શહેરોની ગલીઓમાં ઝાંખીને તેમની વચ્ચેનો તફાવત કહી શકાય છે. સપાટ સમતલ મકાનો, જર્મનીનાં મોટા અને નળિયાંવાળા જુનવાણી ઘરો, ફ્રાન્સની સાંકડી પોળ જેવી ગલીઓ અને એટલાં જ સાંકડા અને નાનાં ઘરો, ઇટાલીના રિનોવેટ કરેલા ઐતિહાસિક મકાનો – આ બધું એ શહેરોની ઓળખ સાથે જોડાયેલું છે. વળી બાસિર્લોનામાં તો નવી ઈમારતો પણ જુનવાણી આકિર્ટેક્ચર જેટલી જ આકર્ષક છે. ઇટાલી અને ગ્રીસમાં મંદિરોના સ્તંભ, પથ્થરો પરની કોતરણી, ચિત્રો, ભીંતચિત્રો વગેરે માત્ર કલાકારો અને આકિર્ટેક્ટસ ને જ નહિ, કોઈ પણ જોનારને સારું કામ કરવા અને સારું જીવવા પ્રેરણા આપે છે. વળી ડીઝાઈનો નહિ, ગલીઓમાં અને કોર્પોરેટ રૂમ્સમાં જોવા મળતી ફેશનની શરૂઆત દુનિયાના આ ખૂણાથી જ થાય છે. ખાણીપીણીની બાબતે યુરોપમાં કુકીઝ, ચોકલેટ અને કેકની વિવિધતા ઉપલબ્ધ છે.
આ બધી વાતો વાંચતા વાચકને યુરોપનાં પ્રવાસ અંગેની જાણકારી તો મળે છે પણ પ્રવાસ નહિં જઈ શકનાર વાચકને પણ યુરોપમાં હરતાં ફરતાં જાણે બધું નજરે જોયું હોય તેવો અહેસાસ આ પુસ્તક કરાવી જાય છે.
‘યુરોપમાં હરતાં ફરતાં’ પુસ્તકના લેખિકા પ્રતિક્ષા થાનકી એ છાપા, સામયિકો, પુસ્તકો, રેડિયો-ટીવી, વેબસાઈટો એમ દરેક માધ્યમ માટે લખ્યું છે. અંગ્રેજીમાં તેમના પ્રવાસ અનુભવો વર્ણવતી વેબસાઈટ બેસ્ટ ટ્રાવેલ્સ બ્લોગ એવોર્ડ માટે નામાંકિત થઇ ચુકી છે. અંગ્રેજી સાહિત્યમાં અધ્યાપન કાર્ય અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ માં પત્રકારત્વનો અનુભવ મેળવ્યા બાદ ગુજરાતીમાં આ તેમનું બીજું પુસ્તક છે. પ્રવાસના અનુભવો માત્ર ક્ષણિક આનંદ આપવાને બદલે વ્યકતિત્વનો એક ભાગ બની જોઈએ એવી માન્યતા સાથે યુરોપમાં રહેવા અને ફરવા દરમિયાન થયેલા અનુભવો આ પુસ્તકમાં આલેખ્યા છે. આવું સુંદર પુસ્તક ઉપલબ્ધ કરાવવા બદલ ગુર્જર પરિવારના મનુભાઈ શાહને અને અમરભાઈ શાહે અંગત રસ લીધો છે તો રોહિતભાઈ શાહ અને રોહિતભાઈ કોઠારી એ પુસ્તક પ્રકાશનને સરળ બનાવવામાં અદભુત ફાળો આપ્યો છે. સૌ કોઈને ઉપયોગી એવા આ પુસ્તકને આવકારીએ.