અંધારી આલમનો બેતાજ બાદશાહ જે સામાન્ય માનવના મન પર સજજ કરે છે તે ‘લાલિયો એમએલએ’

પાલવના પડછાયા

ગુજરાતી સાહીત્યમાં સમય, સંજાેગો અને પરિસ્થિતિ મુજબ તેના લેખન,ભાવનમાં પરિવર્તનો આવતાં રહ્યાં છે.તેમાં આપણે નવલકથાની વાત કરીએ તો એક જમાનામાં આખી નવલકથા સાદ્યંત લખાતી તે પછી પ્રગટ થતી. પછી એક એવો યુગ આવ્યો કે અખબારો અને સામાયિકોમાં ધારાવાહીક રૂપે નવલકથા છપાતી થઈ.જેમાં દરેક પ્રકરણે પત્રો કે ફોન દ્વારા લેખકને વાચકોના પ્રતિભાવો મળતા અને ઘણી વખત તે નવલકથાને આગળ વધારવા અને તેનો અંત કેવો હોવો જાેઈએ તે પણ વાચક નક્કી કરે એવું બનતું.

નવલકથાના આ સ્વરૂપને વિદ્વાનો, વિવેચકો એ લોકપ્રિય નવલકથા એવું નામાભિધાન કરેલું વળી તેમાં એવું પણ માનવામાં આવતું કે આ પ્રકારની નવલકથા શિષ્ટ, ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિ બની જ ન શકી.જાેકે આપણા ઘણા નવલકથાકારોએ એ માન્યતાને ખોટી પાડી બતાવી.તેમ છતાં વિદ્વાનોમાં તેના પ્રત્યેનો અણગમો રહ્યો પણ સામાન્ય વાચક કે ભાવકને આવી કૃતિઓ ખુબ આકર્ષતી રહી અને તેથી બહોળા પ્રમાણમાં લખાતી અને છપાતી પણ રહી હતી.

હવે વાંચનની તરાહ બદલાઈ રહી છે ત્યારે શોપીઝન કે પ્રિતલિપી જેવી એય દ્વારા ધારવાહીક રૂપે ઈલેકટ્રોનિક માધ્યમમાં નવલકથાઓ લખાતી થઈ છે, વંચાતી થઈ છે ત્યારે પુસ્તક રૂપે જ વાંચવા ટેવાયેલા વાચકો માટે બુક તરીકે પુસ્તક રૂપે પણ પ્રગટ કરવાનું વલણ શરૂ થયું છે.તેમાં શોપીઝન દ્વારા પ્રગટ થયેલ નવલકથાની વાત તમને ગમશે.લાલીયો એમએલએ નવલકથા વિશિષ્ઠ થીમ લઈને આવે છે.લેખક અર્જુનસિંહ રાઉલજીની આ પ્રથમ નવલકથા છે જેના પ્રકાશક શોપીઝન અમદાવાદ છે.પુસ્તકની પ્રથમ આવૃત્તિ ર૦ર૧ માં પ્રગટ થઈ છે.

લાલિયો એમએલએ પુસ્તકમાંથી પસાર થતાં આ એક એવા યુવાનની કથા છે જે અંધારી આલમનો બેતાજ બાદશાહ છે.કીડનેપીંગ,બ્લેકમીંગ અને ગુંડાગીરીએ જ તેનો બીઝનેસ છે.લાલીયો એવા માણસો માટે સંકટમોચન છે જેને કોઈક સત્તાધારી તરફથી અન્યાય થયો હોય જેનું કાંઈ સાંભળતું ના હોય. વહીવટથી અસંતોષ થયો હોય, તેવા નિઃસહાય માણસો માટે લાલીયો ભગવાન હતો.તે કહેતો કે ઘી સીધી આંગળીએ નીકળે જ નહીં.ઘી કાઢવા આંગળી વાંકી કરવી જ પડે.તેની કામ કરવાની ઢબ એવી હતી કે જે વ્યક્તિએ અન્યાય કર્યો હોય તેની વહાલામાં વહાલી વ્યક્તિને ઉઠાવી લેતો.તેનું કીડનેપીંગ કરતો તે વ્યક્તિને છોડાવવાના બદલામાં ઢગલા પૈસા પડાવતો અને પેલી અન્યાય પામેલી વ્યક્તિને ન્યાય અપાવતોે.એટલે જ લોકો તેને મન આપતા તેનું માનતા, કોઈપણ એમએલ એને ન મળે તેટલું માન લાલીયાને મળતું.

લાલીયો બે નંબરનો ધંધો પણ પુરી પ્રામાણિકતાથી કરતો.લાલીયાની મોટામાં મોટી વિશેષતા એ હતી કે કયારેય રાજકારણીના ચક્કરમાં ફસાતો નહીં તે બધી રીતે સીધો, સાદો અને પ્રમાણિક હતો.તેથી કયારેક માનવ સહજ લાગણીના બંધનમાં ફસાઈ જતો.લાલિયો એમએલએ નવલકથા કુલ ર૧ પ્રકરણોમાં આલેખાઈ છે.તેમાં કદમ,રીમેશ શર્મા, સ્વાતિ જે એક સમયની હૃદયની પ્રેમીકા હોય છે.માલતી અને તેનો પતિ સલીમ કલાલ, ઝાકીર હુસેન જેવાં અનેક પાત્રો લઈ લેખકે વાચકને જકડી રાખે તે રીતે ઘટનાઓનું નિરૂપણ કરી નવલકથાને આગળ વધારી છે.

અર્જુનસિંહ રાઉલજી એક નિવડેલા વાર્તાકાર છે તેમના ત્રણ વાર્તા સંગ્રહો અને ત્રણ વિજ્ઞાનલેખોના સંગ્રાહકે આ અગાઉ પ્રગટ થઈ ચૂકયા છે.તેમની આ પ્રથમ નવલકથાને આવકારતાં આનંદની લાગણી અનુભવું છું.
કલાના દરેક રંગથી સર્જાયેલું ઈન્દ્રધનુષ એટલે શોપીઝન. આ શબ્દ શોપીંગ અને ઝેનના સમન્વયથી બન્યો છે.જેની સાથે કલાનો ખુબ નજીકનો સંબંધ છે.ઝેન એક એવી માનસિક અવસ્થા છે કે જે તમને તમારા વિચારો થકી શાંતિ આપે છે. કલાનું સર્જન પણ આવી જ એક પ્રક્રીયા છે.જેમાંથી કલાકાર કે લેખક પસાર થાય છે અને એક સુંદર મજાનું સર્જન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.