માનવરસની સંવેદનકથાઓઃ જીંદગીના સ્ક્રીન શોર્ટસ

પાલવના પડછાયા

માનવ જીંદગીમાં સમયના પ્રવાહમાં બધું જ તણાઈ જાય છે ભુલાઈ જાય છે, ખોવાઈ જાય છે રહી જાય છે તો તે માત્ર કોઈના પ્રત્યે તમે દર્શાવેલી સદભાવના, સંવેદના, સેવાની સુવાસ અને લાગણીસભર કરૂણા, કોઈના માટે તમે ચીંધેલ આંગળી જે તેના જીવનની રાહ બદલી દેતી હોય કે કોઈ અંગત નબળી ક્ષણે તમે ઝાલેલી આંગળી જેણે કોઈ વ્યક્તિને તે હિંમત, સધિયારો આપ્યો હોય આવી માનવરસની સંવેદનકથાઓ અનેક લોકોને કંઈક કરવા માટે પ્રેરક બને અને એકાદ હૃદયમાં લાગણીભીનું સ્પંદન જાગે તો નિરાશ, હતાશ અખને જીંદગીના હાથ ખોઈ બેઠેલા અનેક માટે આશાનું એક કિરણ બની રહે.આવા ઉમદા વિચારો અને સત્ય ઘટનાઓને કોઈપણ જાતના પોતાના છું ને વચ્ચે આવવા કોઈ વિના આલેખવાનું સાહસ કરનાર રવજીભાઈ ગાલાના પુસ્તક જીંદગીના સ્ક્રીન શોટસ વાંચનારનો જીવન પ્રત્યેનો અભિગમ બદલનાર અને કોરોનાના કાળમાં માનવીય સંવેદનને અનુભૂતિના ઓજસથી અજવાળનાર બની રહ્યું છે.
સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં મોટી પ્રકારના સાહિત્યની બોલબાલા છે પરંતુ તેમાં મોટા ભાગે અંગ્રેજી સાહિત્યનાં આવાં પુસ્તકોમાંથી ઉભાર કે તેનું ગુજરાતીકરણ થયેલ હોય તેવા પુસ્તકો જ વધુ જાેવા મળતાં હોય છે.ત્યારે પોતાના જ જીવનના આવા અનુભવોને લેખકે પહેલાં ફેસબુક વોલ પર આલેખ્યા બાદ પુસ્તક રૂપે હાથવગા કરી આપી બહોળા જનસમુદાય સુધી એક ચિરંજીવી બની રહે તેવું અદ્‌ભૂત કાર્ય કર્યું છે. તેથી જ કદાચ ખુબ જ ટુંકાગાળામાં પુસ્તકની ત્રણ ત્રણ આવૃત્તિઓ તે પણ આગોતરા બુકીંગની ઘટના ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ બની હોય તેવું કયાંક વાંચ્યું કે સાંભળ્યું નથી.તેનું કારણ જાણવા માટે દરેક વાચક, ભાવક,સર્જકો, સાહિત્યકાર મિત્રોએ આ પુસ્તક એકવાર વાંચવું પડે ત્યારે જ તેને મળેલ અપ્રતિમ પ્રતિસાદને પામી શકાય.
જીંદગીના સ્ક્રીન શોટસ પુસ્તકમાં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત નવલકથાકાર, કવિ, વાર્તાકાર એવા સર્જક અશોકપુરી ગોસ્વામીએ ‘સામુહિક ડહાપણના દસ્તાવેજ’ સ્વરૂપે પ્રસ્તાવના આલેખતાં લખ્યું છે કે, આ લેખક મને માડી જાયો લાગ્યો છે જે હાલ ગુજરાત સરકારના ‘અ’ વર્ગના અધિકારી છે.આ તેમનો સાચો પરીચય નથી.એની સાથે પ્રવાસ, પર્યટન થકી જ વ્યક્તિ માત્રનો સાચો પરિચય થતો હોય છે.અહીં છત્રીસ એપીસોડમાં ઘણા બધા અર્થમાં પ્રવાસી કે પર્યટન કે જાત્રા જેવા જ છે.લેખકે આપણને એમના ઘર, ગામ, ખેતર, સીમ સહિત એમના ગામ સમાજની ઘણી બધી વ્યવસ્થાઓ અને વ્યવસાયની સાચુકલો પરીચય કરાવ્યો છે.જેમાં એકથી એકવીસ એપીસોડ લેખકના બચપણથી યુવાનીના વયના છે.તેમની વિદ્યાર્થી અવસ્થાના છે. જયારે બાકીના પંદર જીવન ઠરીઠામ થયા પછીના એટલે કે નોકરી, છોકરી મળ્યા પછીના ઠરેલ ગૃહસ્થના છે. અહીં માત્ર સ્થુળ જનજીવન જ નહીં પરંતુ પર્યાવરણ સહિતના જનજીવનનું આલેખન છે.અહીં પંચેન્દ્રીયથી પમાતું ગ્રામીણ જનજીવન છે.
તો માયાળુ મનેખની મનગમતા મોતીની માળા ‘શીર્ષક’ થી પુસ્તક અંગે પોતાનો લાગણીસભર પ્રતિભાવ આપતાં શિક્ષણવિદ સર્જક રાઘવજી માઘડે સાચું જ કહ્યું છે કે કાળના ધસમસતા પ્રવાહમાં બધું બદલાતું રહે સઘળું પરિવર્તન પામતું રહે તે પ્રકૃતિનો નિયમ છે.પણ જેનું શૈશવ નૈસર્ગિક અને ગ્રામીણ પરિવેશમાંથી પસાર થયું છે.પ્રેમાળ, પરગજુને ખાસ કરીને અભાવ અને સ્વભાવ લાગ્યા વગર જીવતર સામે ને સાથે ખુમારીભેર ઝૂઝતા પરિવારમાં જેઓનું જીવનકાઠું બંધાયું છે એવી વ્યક્તિ વતન છોડી જવા ગઈ છે ત્યાં તેઓએ મૂલ્ય, સંસ્કાર ને માનવતાની કેડી કંડારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.