બિચારા પિતાજી અને અમે

પાલવના પડછાયા

પિતાજી હતા અમારાથી દૂર બે ત્રણ કી.મી.ના અંતરે રેલવે ક્રોસીંગ પાસેના નાના એક માળીયા ઘરમાં ભાડે રહેતા હતા.નિવૃત્ત થઈ ગયા હતા. એમને અમારી સાથે રાખવાની અને હુંફ આપવાની જવાબદારી હતી પણ કોણ જાણે કેમ અમે બેય ભાઈ એમાં ઉણા ઉતર્યા હતા. પિતાજીને જાકે એ વાતનો કશો રંજ, કશી ફરીયાદ ન હતી. પૈસા મામલે તેઓ સંપન્ન હતા. એ આમ તો નિવૃત્ત થઈ ગયા હતા પણ જાણે જીવનમંત્ર બનાવી દીધો હતો. હાથ પગ ચાલે છે ત્યાં સુધી કદી પગ વાળીને બેસવું નહીં. કામ કરવાથી સમય જાય છે, પૈસા મળે છે અને શારીરીક ક્ષમતા બરકરાર રહે છે. એમનો મંત્ર હતો અમારો અમને ખબર નથી અમારે તો ખાવું પીવં ને મજા કરવી.જા કે પિતાજીના જીવનમાં ભલે બધુંય હતું બાકી મજા ન હતી. કયાંક એ ઉદાસ રહેતા. કયાંક એ ખોવાયેલા રહેતા.જ્યારે અમારા ઘેર આવતા ત્યારે એક તરફ મુંગામંતર થઈ બેસી રહેતા. જમવાનું જા અમોએ કહ્યું હોય તો હડફડ હડફડ ખાઈને બસ હું નીકળું છું કહી ઉભા થતાં હું કહેતો.. આવ્યા છો તો બેસો ખરા.. ત્યારે મારી પત્ની ગીરા કહેતી, જતા હોય તો જવા દો ને.. શા માટે રોકો છો?
‘હું.. ત્યારે ગીરા સામે જાતો.. મારામાં રહેલો આત્મા જાણે એને પુછવા મથતો. શું તું પ્રેમના ચાર મીઠા શબ્દો બોલી શકતી નથી ? એ આખરે મારા પિતા છે. જીંદગીના ઉતરી જતા ઢાળમાં એકલા થઈ ગયા છે અને એકલતાની ઉબડખાબડ કેડીઓ પણ ડગ ભરી રહ્યા છે એમનું આપણે રક્ષણ કરવું જાઈએ.
પણ મનની મનમાં રહેતી. આદર્શોને સેવવા સહેલા હતા આચરણે મુકવા ખુબ જ કઠણ હતા. એની મને પાકી ખાતરી હતી.
મને જીંદગીની એ કમનસીબી પળો પાકી રીતે યાદ હતી. દિવાળીના દિવસો હતા અને ધનતેરસે ધન પૂજા પછી ઘરનાં બારણાં આગળના ગોખે તેલનો દીવો મુકતાં મારી બાના હાથમાંથી દીવો નીચે પડી ગયો હતો ને માટીનું એ કોડીયું ફુટી ગયેલું બધે તેલ તેલ થયેલું. ધન પૂજા પછી દીવાનું ફુટી જવું આકસ્મક બાબત હતી પણ પિતાજીએ સપરમા દિવસની શરૂઆત અને એને અપશુકન સાથે જાડી દીધાં. વાતમાં કશોય ભલી વાર ન હતો. મારી બા પણ કંઈ કમ ન હતી. જા એ એકવાર બોલવા.. લડવા ચડે તો રોકવી ખુબ મુશ્કેલ હતી.
રાત્રે એવું જ થયું..વ્યર્થ વાતની વધુ પડતી ફુંકણી થઈ ગઈ. કોણ જાણે કેમ મારા પિતાજી પણ લડાઈના આક્રમક વલણમાં આવી ગયા. આજુબાજુની સ્થિતિ.. પ્રસંગ જાયા વિના વાતને વાળી નાખવાને બદલે મારી બાને એક લાફો મારી બેઠા. મારી બા પડી ગઈ.. પિતાજી લાત મારવા પગ ઉગામ્યો પણ બીજી તરફ મારી બા ઉભી થઈ ગઈ.મારા પિતાજીને પુછી બેઠી, મને મારી જ કેમ ?હું અહીં માર તમારો ખાવો નથી.. આ ઘરમાં એક પળ પણ રહેવુંં નથી..
તો શું કામ પડી રહી છે.. નીકળ..તારા નામનું..
એ રાત્રે જ આટલી ઉગ્ર માથાકુટ થઈ હશે. બાકી મારા પિતાજી અને બા વચ્ચે કયારેય આવો ઝઘડો થયો હશે ? શી ખબર ભીતર શું ચાલતું હશે ?
મારી બાએ એ પછી પળનોય વિચાર કર્યા વિના ઘર છોડી દીધું હતું.ના એણે પિતાજીની.. ના અમે બે ભાઈઓને..હું એ વખતે કંઈક સમજણો તો હતો જ. મને એમ હતું એ ગઈ છે તો આવી જશે..કયાં જવાની હતી ? પણ ધનતેરસ ગઈ અને કાળીચૌદસની સવાર પડી ગઈ. બા પાછી ના આવી.. બહાર બજારમાં આનંદનો માહોલ હતો જયારે અમારે અમારા ઘેરથી ઉત્સાહ ઓસરી ગયો હતો. પિતાજી આડકતરી રીતે માસીના.. મામા ઘેર જઈ આવ્યા હતા પણ બા ત્યાં ગઈ ન હતી. કાળી ચૌદસની સાંજ પણ વડા કરી કકળાટ દૂર કરવાની રસમ પણ અમારા ઘરની દશા અલગ થઈ હતી.પિતાજી ચિંતા કરતા હતા અને અમે બે ભાઈઓમાં હું મારી બાનું મોં જાવા તડપી.. તલસી રહ્યો હતો.. કાળીચૌદસ.. દિવાળી..નૂતન વર્ષ..ખુશીના એ દિવસોમાં ખુશી છીનવાઈ ગઈ..તહેવારો પુરા થયા પણ મારી બા દેખાઈ નહીં..ન જાણે કયાં ચાલી ગઈ.. મામા માસી સૌ આવીને પુછી ગયા.. પણ સ્થિતિ વિકટ બનતી ચાલી..
બા પાછી આવી નહીં અને પિતાજીએ માથે જવાબદારી સાંકળી લીધી.કાચી પાકી રસોઈ બનાવતા અમારા માટે ચા નાસ્તો કરતા. શાળાએ મોકલતા, શાળાએથી છુટી આવતા ત્યારે કલ્પના કરી રાખતા કે બા આવી ગઈ હશે પાછી પણ.. ઘરની સુની દિવાલો.. હીંચકો.. ખુરશી સાવ ખાલી જણાતા કે સમજાઈ જતું.. બા પાછી નથી આવી.ન જાણે કયાં આંગળી ગઈ ? પોલીસમાં ફરીયાદ કરી જાઈ.વારંવાર પોલીસ સ્ટેશન જઈને પુછી જોયું.કોઈ ભાળ મળી ? જવાબ મળ્યો ના..ભાળ મળશે..એટલે સામે આવીને જણાવી દઈશું.
…એ દિવસો હતા. બા કયાં ગઈ હતી એના સગડ મળતા ન હતા અને સમય કપાતો હતો. અમારું બાળપણ ભુંસાતું હતું..મોટા થતા હતા.બંને ભાઈ સાથે નિશાળ જતા સાથે આવતા પિતાજીને કામમાં મદદ કરતા.દુધ લઈ આવતા..માઢના નાકે આવેલી શાકભાજીની લારી આગળથી શાક લઈ આવતા. પાણી ભરતા.બા હતી ત્યારની સરસ જીંદગી એ સમય ખોવાઈ ગયો હતો.બા પાછી આવે એમ હતો પણ એ આશાએ તુટતી હતી,ડુબતી હતી.રોજ સવારે ઉઠતા એ સાથે થતું આજ તો આવવી જાઈએ પણ એ દિવસની સાંજ ઢળતી. સુરજ થાકીને ડુબી જતો,આશાઓ તુટી જતી.રાત્રે ઊંઘતા પૂર્વે જાળી બંધ કરતા..એમ થતું રાત્રે એ આવીને બારણે ટકોરા કરશે પણ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.