સંબંધોની કડવાશ અને લાગણીઓની મીઠાશને વ્યકત કરતી સંવેદન-સમૃદ્ધ અભિવ્યક્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ : પ્રેમનું પ્રિસ્ક્રીપ્શન
સાવ નોખી અનોખી શૈલીની વાર્તાઓ જેનો બાહ્ય પરિવેશ અને મનોભૂમિનો પરિવેશ વિશિષ્ટ છે. જેમાં વ્યકત થયેલી ભીની ભીની સંવેદના વાચકને ભાવ તરબોળ કરે છે.તેમજ વાર્તાકારમાં હોવી જાેઈએ એવી અને એટલી સંવેદન,સમૃધ્ધિ અને અભિવ્યક્તિ કલા જે ધરાવે છેે તેવા વ્યવસાયે ડૉકટર હોવાથી લેખીકા પ્રેમનું પ્રિસ્ક્રીપ્શન લખે છે.જેમાં જીવનની અનુભવ યાત્રાને લાગણીઓથી ઉતારી છે.વાર્તાઓના કેટલાંક પાત્રો વાસ્તવિક છે તો કેટલાક કલ્પનાની દુનિયાના છે તેમાં કયાંક સંબંધોની કડવાશ છે તો થોડી લાગણીઓની મીઠાશ પણ છે એવા ટુંકી વાર્તાની પુસ્તકની વાત કરવી છે.
પ્રેમનું પ્રિસ્ક્રીપ્શન લેખિકા ડૉ.રિધિ કુંપાવત ચાવડાનો પ્રથમ વાર્તાસંગ્રહ છે તેમાં કુલ ૬૧ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
‘આછો ગુલાબી રંગ’ વાર્તામાં જન્મદિવસના યાદની વાત છે.ક્રોકીંટના જંગલમાં મને મારા વતનની ધુળનો કોઈ શોધી આપો ઉપવન જેવા વતનમાં વીતેલું બાળપણ માટે ખરીદવું છે અને પછી કહે છે કે આ બધી વાતો અમસ્તી યાદ નથી આવી.આજે મારી નાનકડી ફુલ જેવી દિકરીનો જન્મ દિવસ છે. ને એણે આછા ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું છે. અહીં લેખીકા વાચકને લાગણીથી તરબોળ કહી છે.‘સંવાદ,પશ્મીના શાલ, કહું છું સાંભળો છો ? એક ચાનો કપ, પુનર્જન્મ, લાલ મખમલી પોટલી’ જેવી વાર્તાઓમાં માનવ સંબંધના ચડતા ઉભરતા સંવેદનોથી વાચકને જકડી રાખે છે. તો ‘અહંકાર, તફાવત, દરિયાકીનારે, સાધના, માનવ જીવનની તાણાવાણાને જાેડી આપે છે.
આ સંગ્રહની વાર્તાઓમાં પ્રસંગો, ઘટનાઓને વધુ મળીને રજુ ન કરતાં ટુંકમાં ઝબકારની જેમ આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે.વાર્તાઓ ભલે ટુંકી હોય પણ ખૂબ ચોટદાર છે.‘મૌસમી, ડાયરી, સ્પર્શ, ક્ષિતિજ, ગામડાની છોકરી,નિર્ણય, પાંજરૂ, એક બાર આની’ જેવી વાર્તાઓ માનવ સ્વભાવના આંતર બાહ્ય પ્રવાહોને અભિવ્યક્ત કરે છે.
જયારે સાઈઠ ઈફેકટમાં લેખીકા પોતાની વાત વાર્તામાં વ્યવસાયિક ભાષા પ્રયોગ દ્વારા કેટલી સરસ રીતે કરે છે તે જાેઈએ. તો તે કહે છે કે ‘મારી વાતોનું ડાયગ્નોસિસ કરવું તારે જરૂરી છે હવે તું મારી સાથે ઝગડવાનું બંધ કર અથવા તારા વિચારોને પ્લાસ્ટીક સર્જરી કરાવી દે નહીં તો હવે મારા શરીરમાં ડોપામાઈન રીલિઝ થાય છે. જેની સાઈડ ઈફેકટ ફકત તેને થઈ શકે.
આ પછી ‘અણસાર, ટચૂકડી જાહેર ખબર, જન્મ દિવસ,જીવનની ઝંખના,ગિફટ, અમીર લગભગ સામાન્ય કક્ષાની કહી શકાય તેવી વાર્તાઓ છે. લોકડાઉન વાર્તામાં લેખીકાએ કાશ્મીરના અનુભવને સુંદર રીતે પ્રસ્તુત કર્યો છે.એલર્જી, પુરણપોળી અને સફેદસાડી વાર્તાઓ વાચકને ગમે તેવી છે.
‘પ્રેમનું પ્રિસ્ક્રીપ્શન’ વાર્તા સંગ્રહમાં દરેક વાર્તાના પ્રારંભે તેને લગતાં સ્કેચ ચીત્રો મૂકયા છે. સાબરકાંઠા જિલ્લાના ભવાનગઢ વડાલીમાં વસતાં લેખીકાની લેખોમાં ઝરણાં જેમ ડુંગરો પરથી વહ્યા કરે છે તેમ પથ્થરીમાં પણ તેમણે લાગણીઓ છુપાયેલી જાેઈ છે. જે શબ્દ સર્જન દ્વારા વ્યકત કરી છે. લેખિકા ડૉ. રિધ્ધિ કુંપાવત ચાવડાને અભિનંદન પાઠવું છું અને પુસ્તકને આવકારૂં છું.
પ્રેમનું પ્રિસ્ક્રીપ્શનઃ ટુંકી વાર્તાઓ, લેખીકા ડૉ. રિધ્ધિ કુંપાવત ચાવડા, પ્રકાશક ઃ ગુર્જર સાહીત્ય પ્રકાશન અમદાવાદ. કીં.રૂા.૧૦૦