ચોસઠમા ગુજરાત સ્થાપના દિવસમો વિશેષ ગર્વ છે, ગુજરાતી છું જય જય ગરવી ગુજરાત
અઢારમી લોકસભા ચુંટણીના વંટોળમાં અઢારમી લોકસભા ચુંટણીના પ્રચાર વંટોળમાં આજે ચોસઠમા ગુજરાત સ્થાપના દિવસ વિશેષ ગર્વ છે, ગુજરાતી છું.. જય જય ગરવી ગુજરાત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત આઝાદ થયા બાદ ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા.મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
ભારતની પશ્ચિમે આવેલું એક રાજ્ય નામે ગુજરાત, જેની બર્થ સર્ટિફિકેટમાં ઉંમર માત્ર ૬૪ વર્ષની છે પણ ન જાણે કેટલીય સદીઓથી વૃધ્ધિ અને વિકાસનું પ્રતિક રહ્યું છે. આપણા દેશમાં કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી જેમાં કોઈ ગુજરાતીનું યોગદાન ન હોય. ગુજરાત રાજ્યના ઇતિહાસ વિષે પુસ્તકોમાં ઇન્ટરનેટમાં, સાહિત્યમાં નાટકોમાં, શિલ્પ સ્થાપત્યોમાં વગેરે અનેક સ્વરૂપે ગર્વભેર વર્ણન કરવામાં આવ્યું છે.
અને ગુજરાતની આ સમગ્ર ગૌરવગાથાનો સાક્ષી રહ્યો છે દેશનો સૌથી લાંબો સોળસો કિમીનો દરિયાકિનારો. હજારો વર્ષો પહેલા આ દરિયાકિનારાએ જ અહી વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો હતો. સદીઓથી ગુજરાતીઓ દુનિયભરમાં વ્યાપેલા છે તેનું કારણ પણ આ દરિયો જ ! લોકો દરિયાની મદદથી વ્યાપારાર્થે સાત સમંદર પાર સ્થાયી થયા અને માનભેર વેપાર કર્યો, હજુયે કરી રહ્યા છે. આજે વેપાર ગુજરાતની ગળથૂથીમાં છે. ચાલો, આજે ઢોકળા-ફાફડા, ગરબા-ગાંઠિયા, સાવજ-સરદાર, નરસિંહ-મુનશી, સારાભાઈ, અંબાણી-અદાણીની ભૂમિ વિષે થોડું મંથન કરીએ.
ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલા ગુજજરો ભારતનાં પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા.
હડપ્પા અને ધોળાવીરા સમયે સિવિલાઈઝેશનની શરૂઆત પણ આ જ ભૂમિના એક ભાગ પર થઈ હતી.
ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા, મૌર્યવંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ, કર્ણદેવની નગરી કર્ણાવતી હાલનું અમદાવાદ સિધ્ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, સો કરતાં પણ વધુ દેશી રજવાડા ઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે.
અમુક સદીઓ પહેલા મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું. પણ કેટકેટલીયવાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક જીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું. રાજપૂતો અને મરાઠા ઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધતું રહ્યું.
ગુજરાત સ્થાપના દિવસ વિશેષઃ ગર્વ છે, ગુજરાતી છું પહેલી મે ૧૯૬૦ના દિવસે મહાગુજરાતના આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ (બૃહદ મુંબઈ) ના ભાષાના આધારે બે ભાગ પડયા. મરાઠી બોલતા લોકોનો પ્રાંત મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોના પ્રાંતને ‘ગુજરાત’નામ મળ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતું. વર્ષ ૧૯૭૦માં નવા બનાવાયેલ પ્લાંડ ગાંધીનગરને રાજધાની ઘોષિત કરવામાં આવ્યું.
મહાગુજરાત આંદોલનમાં અનેક ગુજરાતીઓના અનેક પ્રયાસો છતાંય દેશની આર્થિક રાજધાની એવું મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવ્યું. આજે ૬૪ વર્ષે કદાચ આ વાતનો આપણે કોઈ ગુજરાતીએ અફસોસ કરવા જેવો નથી કેમકે મુંબઈ વિના પણ ગુજરાતના શહેરો તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે.
જય ! જય ! ગરવી ગુજરાત !
દીપે અરૂણું પ્રભાત જય ! જય ! ગરવી ગુજરાત ! ધ્વજ પ્રકાશશે જળહલ દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ.૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
દેશની પશ્ચિમે આવેલું એક રાજ્ય નામે ગુજરાત, જેની બર્થ સર્ટિફિ કેટમાં ઉંમર માત્ર ૬૪ વર્ષની છે પણ નજાણે કેટલીય સદીઓથી વૃધ્ધિ અને વિકાસનું પ્રતિક રહ્યું છે. આપણા દેશમાં કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી જેમાં કોઈ ગુજરાતીનું યોગદાન ન હોય. ગુજરાત રાજ્યના ઇતિહાસ વિષે પુસ્તકોમાં ઇન્ટરનેટમાં, સાહિત્યમાં નાટકોમાં, શિલ્પ સ્થાપત્યોમાં વગેરે અનેક સ્વરૂપે ગર્વભેર વર્ણન કરવામાં આવ્યું છે. અને ગુજરાતની આ સમગ્ર ગૌરવગાથાનો સાક્ષી રહ્યો છે દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો. હજારો વર્ષો પહેલા આ દરિયાકિનારાએ જ અહી વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો હતો. સદીઓથી ગુજરાતીઓ દુનિયભરમાં વ્યાપેલા છે તેનું કારણ પણ આ દરિયો જ ! લોકો દરિયાની મદદથી વ્યાપારાર્થે સાત સમંદરપાર સ્થાયી થયા અને માન ભેર વેપાર કર્યો, હજુયે કરી રહ્યા છે. આજે વેપાર ગુજરાતની ગળથૂથીમાં છે.
ચાલો, આજે ઢોકળા ફાફડા, ગરબા ગાંઠિયા, સાવજ- સરદાર, નરસિંહ-મુનશી, સારાભાઈ, અંબાણી અદાણીની ભૂમિ વિષે થોડું મંથન કરીએ.
ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલા ગુજજરો ભારતનાં પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા.
હડપ્પા અને ધોળાવીરા સમયે સિવિલાઈઝેશનની શરૂઆત પણ આ જ ભૂમિના એક ભાગ પર થઈ હતી. ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા, મૌર્યવંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ, કર્ણદેવની નગરી કર્ણાવતી હાલનું અમદાવાદ સિધ્ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, સો કરતાં પણ વધુ દેશી રજવાડાઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે.
અમુક સદીઓ પહેલા મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું. પણ કેટકેટલીયવાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક જીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું. રાજપૂતો અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધતું રહ્યું. ગુજરાત સ્થાપના દિવસ વિશેષઃ ગર્વ છે, ગુજરાતી છું.
પહેલી મે ૧૯૬૦ના દિવસે મહાગુજરાતના આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ (બૃહદ મુંબઈ) ના ભાષાના આધારે બે ભાગ પડયા. મરાઠી બોલતા લોકોનો પ્રાંત મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોના પ્રાંતને ગુજરાત નામ મળ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતું. વર્ષ ૧૯૭૦માં નવા બનાવાયેલ પ્લાન્ડ સિટી ગાંધીનગરને રાજધાની ઘોષિત કરવામાં આવ્યું.
મહાગુજરાત આંદોલનમાં અનેક ગુજરાતીઓના અનેક પ્રયાસો છતાંય દેશની આર્થિક રાજધાની એવું મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવ્યું. આજે ૬૪ વર્ષે કદાચ આ વાતનો આપણે કોઈ ગુજરાતીએ અફસોસ કરવા જેવો નથી કેમકે મુંબઈ વિના પણ ગુજરાતના શહેરો તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે.
જય ! જય ! ગરવી ગુજરાત !
દીપે અરૂણું પ્રભાત જય ! જય ! ગરવી ગુજરાત ! ધ્વજ પ્રકાશશે ઝળહળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. ઊંચી તુજ સુંદર જાત જય ! જય ! ગરવી ! ગુજરાત પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશ માં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવને સોમનાથને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત્જય ! જય ! ગરવી ગુજરાત ! નદી તાપી નર્મદા જોય, મહીને બીજી પણ જોય, વળી જોય સુભટના જુદ્ધ રમણને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જય કર; સંપે સોહે સહુ જાત જય જય ગરવી ગુજરાત ! તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસંગ ; તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત ; જન ઘૂમે નર્મદા સાથ જય ! જય ! ગરવી ગુજરાત ! ઝળહળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમ ભક્તિની રીત-ઊંચી તુજ સુંદર જાત જય ! જય ! ગરવી ગુજરાત ! ઉત્તરમાં અંબામાત પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશ માં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવને સોમનાથને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત જય ! જય ! ગરવી ગુજરાત ! નદી તાપી નર્મદા જોય, મહીને બીજી પણ જોય, વળી જોય સુભટના જુદ્ધરમણને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર; સંપે સોહે સહુ જાત
જય ! જય ! ગરવી ગુજરાત !
તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ રાજ જય સંગ; તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!શુભ શકુન દીસે મધ્યાહને શોભશે વીતી ગઈ છેરાત જન ઘૂમે નર્મદા સાથ જય ! જય ! ગરવી ગુજરાત !
વાચક ચાહક મિત્રો, સૌને ૬૪મા ગુજરાત સ્થાપના દિને શુભકામના સાથે અસ્તુ.