સુખ નામનું મૃગજળ
છેક નાનપણથી દુઃખ અનુભવી રહી છું.મારાથી એકાદ દોઢ વરસ મોટી બહેન મનુ અને હું અમારી ખડકીના નાકે આવેલી રૂસ્તમ કરિયાણાની દુકાનના પાટીયે રમતા હતા ત્યારે રમતાં રમતાં મનુ નીચેપડી ગઈ. નીચે મોટો પથ્થર હતો મનુ એની પર ઉંધા માથે પટકાઈ.એ સાથે જ એના માથામાંથી લોહી નીકળ્યું. લોહી જાેઈને હું ગભરાઈ ગઈ. ખડકીમાં આવેલા મારા ઘેર ગઈ.મારા પિતાજીને જણાવ્યું. મારા પિતાજી જમીને આડા પડયા હશે.એમની આંખ માંડ ઘેરાઈ હશે ને એ સાથે એ આવ્યા. મારી બા ઘેર ન હતી તળાવે કપડાં ધોવા ગઈ હતી. ઘેર આવી મોટી બહેન મનુની ઘટના જાણી એને ફાળ પડી. મનુને દવાખાને લઈ ગયા હતા ત્યારે ડૉકટરોએ પોતાના હાથ અદ્ધર કરી દીધા હતા. મનુનો જીવ ખેંચાઈ ગયો હતો.એના માથે મોં પરથી નીકળેલું લોહી જામી ગયું હતું ને માખીઓ બણબણ કરવા લાગી હતી. સાંજે જેટલા વાગે એની ખબર નથી પણ મનુનો દેહ ઘેર લાવવામાં આવેલો. રાત્રે એનો દેહ કાઢવા મામલે સૌ પોત પોતાના અભિપ્રાય આપતા હતા. મારી બા ખુણામાં એક તરફ બેઠી બેઠી અઢળક આંસુડા સારતી હતી. પિતાજી બધા પુરૂષો હતા ત્યાં મોં નીચું કરીને રડતા હતા. અમારી મારી સામે બે બહેનોમાં મનુની જીંદગીનું લીલુંછમ વૃક્ષ ઉભું થાય એ પૂર્વે પુરી થઈ ગયેલી.
જીંદગીની પહેલી એ ઘટના હતી. જાે કે એ દિવસ જાણે સાંજ ઝડપથી ઢળી ગયેલી.બહેન દેહ સ્મશાનમાં લઈ જવાનું નક્કી થયું હતું નાની બાળને પાછી કુંવાસી.. મને એક દિવસ પહેલાં તો જીવતી હતી. મારી પથારીમાં સાથે સુઈ ગઈ હતી ને રાત્રે અમે બંનેએ વળી મગની દાળની ખીચડી બરાબર ખાધી હતી. મનુની થાળીમાં ઝાઝી ખીચડી હતી.. મારી થાળીમાં ઓછી.. તોય મારી બાએ કહેલું.. તનુની તું ખીચડી ઓછી ખા.. તને ઝાડા થશે..ને એ વખતે મોટી મનુ માથું નીચું કરીને હસી હતી.
માત્ર ચોવીસ કલાકમાં તો જીંદગીનો સંબંધમાં એક છેડો વીંટાઈ ગયો હતો. મારા કરતાં મારે મનુ, મારી બાને, પિતાજીને ખુબ ગમતી હતી. મેં મારી બા અને પિતાજી પાસેથી સાંભળ્યું હતું.. મને મારી તનુ પણ એટલી જ પ્રિય છે…
તનુ એટલે હું નાની…
મનુ એટલે મારી મોટી..
પણ મોટી આઘાત આપીને કયાંક ચાલી ગઈ હતી. સંસારની ભીડમાં ખોવાઈ ગઈ. મારી બા આરતી સતત ઉદાસ રહેતી રડયા કરતી.. મારી મનુ મનુ બોલ્યા કરતી. હા પિતાજી બોલતા નહીં પણ ઉદાસ રહેતા.. પાસ પડોશી અને સગાંસંબંધીઓ બાને કહેતાં, આરતીબહેન છોકરી પડની હતી તેથી દુઃખ થાય પણ ઈશ્વરના ચોપડામાં અક્ષરો આપણે થોડા બદલવાના હતા. તમારી સાથે અંજળપાણીની ગાંઠ હતી ત્યાં સુધી મનુ રહી. પછી.. કહેનાર એકદમ ગળગળા થઈ જતા ને મારી બા ધધુડે આંસુએ રડતી.
ના મારી બાના આંખોના આંસુ ઓછા થતા ના જાણે એને કળ વળતી.. કહેનારા તો એવું એવું કહેતા કે, આપણી હયાતીમાં સંતાન અવસાન પામે..
એય પાછાં નાનાં બાળ.. મનુને મર્યાના એક મહિના બાદ.. બા એક દિવળ તળાવે કપડાં ધોવા ગઈ. જાેકે પિતાજીએ કહેલું, હમણાં બે ત્રણ મહીના કોઈ કામવાળી રખાવી લે. તને રાહત થશે પણ બાએ જવાબ આપ્યો ન હતો. એણે એ બપોરી પુરી મનુના આઘાતમાં તળાવમાં ઝંપલાવી દીધું હતું. તળાવ કાંઠે રમતા રખડુ છોકરા જાેઈ ગયા હતા. એમણે બચાવાની કોઈ હિંમત કરી ન હતી. ધરો ખુબ ઊંડો હતો પણ એ છોકરાઓ હડી કાઢીને અમારી ખડકીમાં આવેલા કોઈ બાઈ ડુબી ગયાનું કહેતા.. મારી ખડકીમાંથી ઘણા ગયેલા.
જીંદગીનો બીજાે જાેરદાર ઝટકો હતો. મારી બાનું તળાવમાં પડવું..
તરવૈયાઓએ ઘણી મથામણ કરી હતી પણ એ ધરામાંથી મારી બાની લાશ મળી ન હતી. રાત્રે પણ ફાનસ અને પેટ્રોમેકસનો સહારો લઈને પ્રયાસો ચાલુ રહ્યા હતા. તળાવ ખુબ મોટું હતું. પાણી ઝાઝું હતું હા.. એમાં મગર રહેતો ન હતો. નહીં તો બીજા દિવસે બાર વાગે તળાવ વચ્ચે રહેલી દેરીના પથ્થર પાસે લાશ દેખાણી હતી. સાથે જ જાણે જીંદગી વલુરાઈ ગઈ હતી. પહેલાં મારી મોટી બહેન મનુ અને એના મોતનો આઘાત ન જીરવાતા મારી બાએ તળાવમાં પડીને જીંદગી પર પૂર્ણવિરામ-વિરામ મુકી દીધું હતું.મારી બાના મૃતદેહને તળાવના જળચરોએ બગાડી દીધો હતો.
હું તો બા..બા. બા.. કહીને એને પકડવા જતી હતી. પણ કાંઈ મને એમ કરવા દેતા ન હતી. અસહ્ય ગંધ આવતી હતી કંઈ કેટલીયે અગરબત્તીઓ અને લોબાનનો ધુપ કર્યો હતો.
મને યાદ છે એકઠા થયેલા લોકો બાને નનામીમાં બાંધી.. લાલ સાડી.. ફુલોના હાર સાથે રામ બોલો ભૈ રામ.. રામ બોલો, ભૈ રામ.. માને લઈ ગયા હતા. એ રાત્રે જાણે મારા ઘરનું, જીવનનું મા રૂપે છાપરૂં ઉડી ગયું તું. માસી મને એમના ઘેર લઈ ગઈ હતી અને એની સાથે સુવાડી હતી. જાેકે મારો માસો વિચિત્ર હતો. ખેર.. જીંદગી છેક નાનપણથી દુઃખો વચ્ચે અટવાતી હતી. મારી બાના ગયા પછી પિતાજી એકલા પડી ગયા હતા. નજર સામે પુત્રી મનુ અને ત્યારબાદ મારા પીતાજી ખુબ ચાહતા હતા એ મારી બા જીવનમાંથી ચાલી ગઈ હતી.
માસીએ પિતાજીને કહેલું, અમારા ભેગા આવતા રહો.. અમારા ઉપરના મેડે રહેજાે.. જમવાની વ્યવસ્થા થઈ જશે. માસીએ કહેલું બીજી તરફ મારો માસો વિચિત્ર હતો. જાેકે મારા પિતાજી માસી જાેડે રહેવા જવા ઈચ્છતા ન હતા. એમણે તો કહી દીધેલું મારી તનુ સાથે રહીશ.. તનુ એટલે હું…
જીંદગી ગજબના બે આઘાત સહન કરી ભોગવી ચુકી હતી. ગઈકાલ સુધી જાણે લીલીછમ ને ઠંડા મજાના પવનથી લેપાયેલી કુંજાર હતી ત્યાં કોઈના શ્રાપ લાગ્યા હતા કે પિતાજી જાેડે મને ફાવતું હતું તે જે કામ મને સોંપે તે કરતી. ઘરમાં કચરો વાળતી કયાંક વાસણ ઉટકકતી.. મારા પિતાજી કામવાળી કોઈ રાખવાનું વિચારતા હતા પણ એવું પાત્ર મળતું ન હતું. એક દિવસ એમને પણ કુદરતે છીનવી લીધા. એસટી બસમાં એ કયાંક ગયા હશે અને પાછા ફરતા એસટીના બારણેથી નીચે ઉતરવા ગયા ને બસના પાછળના વ્હીલ એમના પર ફરી વળ્યાં.. મારા પિતાજી સ્થળ પર જ અવસાન પામ્યા.